Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

તાપસી પન્નુની થ્રિલર ફિલ્મ 'ગેમ ઓવર' આજથી રિલીઝ

રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, વોયનોટ સ્ટુડિયોઝ અને અનુરાગ કશ્યપ બેનરની નિર્માતા એસ. શશિકાંત તથા નિર્દેશક અશ્વિનર સરવનની ફિલ્મ 'ગેમ ઓવર' આજથી રિલીઝ થઇ છે. જેમાં સંગીત રોન ઇથન યોહાનનું છે. ૧૦૩ મિનીટની આ ફિલ્મમાં તાપસી પન્નુ, વિનોદીની વૈદ્યનાથન, અનિશ કુરૂવિલ્લા, સંચના નટરાજન અને રમ્યા સુબ્રમનિયમ મુખ્ય ભૂમિકામાં છે. તમિલ, તેલગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં આ ફિલ્મ રિલીઝ થઇ છે.

તાપસી પન્નુ એવી અભિનેત્રી છે જેની દરેક ફિલ્મો કંઇક નવું લાવે છે. મનમર્જિયા, બદલા, પિન્ક, મુલ્ક સહિતની ખુબ સારી ફિલ્મો તેણે આપી છે. ડ્રામા થ્રિલર પ્રકારની ફિલ્મ ગેમ ઓવરની કહાની જોઇએ તો સ્વપ્ના (તાપસી) એક ગેમ ડિઝાઇનર તરીકે કામ કરે છે. તે એક એવી ઘટનાથી બહાર આવવાના પ્રયાસ કરી રહી છે જેના કારણે તે ખુબ ડરી ગઇ હતી. પણ તે પોતાને એવી ખરાબ તાકાતના હાથમાં જૂએ છે, જે શહેરમાં ગુના આચરે છે. એક ખતરનાક રાતે સ્વપનાને બહારની અને અંદરની તાકાતો સામે ઝઝુમવુ પડે છે. ગેમ ઓવર જુનુન અને સાહસની કથા છે.એક છોકરીની રોમાંચકારી, અંધારી અને અસલી યાત્રાને દેખાડશે. જેણે આશા સિવાય બધુ જ ખોઇ દીધુ હોય છે.

(10:05 am IST)