Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સોશિયલ મીડિયા પર નંબર વન બની આલિયા ભટ્ટ

મુંબઈ: મહેશ ભટ્ટની પુત્રી આલિયાએ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારથી જ રૃપેરી પડદે ધૂમ મચાવી રહી છે. હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ 'રાઝી' થી તેણે પૂરવાર કરી દીધું છે કે તે પોતાના દમ પર જ ફિલ્મને રૃા. ૧૦૦ કરોડની ક્લબ સુધી પહોંચાડી શકે છે. હવે તે સોશયલ મીડિયા પર પણ યુઝર્સોની ચહિતી થઇ ગઇ છે. તે સોશયલ મીડિયાના એક સર્વેમાં પ્રથમ સ્થાને રહી છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આલિયા ૧૦૦ ગુણાંક સાથે 'મોસ્ટ એજિંગ એકટ્રેસ ઓન ટ્વિટર બની ગઇ છે. આલિયાએ આ બાબતમાં હોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી ચુકેલી પ્રિયંકા ચોપરાને બહુ પાછળ મુકી દીધી છે. આ યાદીમાં ૮૯ ગુણાંક મેળવીને અનુષ્કા શર્મા બીજા સ્થાને છે. જ્યારે દીપિકા પદુકોણે ૭૯ ગુણાંક મેળવીને ત્રીજા સ્થાને અને જેકલિન ફર્નાન્ડિસ ૬૪ પુણાંક મેળવીને ચોથા સ્થાને જ્યારે પ્રિયંકા ચોપરાને ફક્ત ૬૩ ગુણાંક જ મળ્યા છે અને તે પાંચમા સ્થાને છે.

 

 

(3:57 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST