Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

'એવોર્ડથી એક્ટર બેસ્ટ નથી બનતો': વરુણ ધવન

મુંબઇ: અભિનેતા વરુણ ધવને કહ્યં હતું કે આવતી કાલે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે તો પણ હું મારી જાતને બેસ્ટ એક્ટર ગણવાનો નથી. 'એવોર્ડથી એક્ટર બેસ્ટ નથી બનતો. ઓડિયન્સ તમને બેસ્ટ એક્ટર તરીકે સ્વીકારે તો વાત જુદી છે. એવોર્ડ તો ઘણી રીતે મેળવી શકાય છે. બેસ્ટ એક્ટિંગનો માપદંડ કોઇ એવોર્ડ હોઇ શકે નહીં. લોકો મને સારા અભિનેતા ઉપરાંત સારા માણસ તરીકે સ્વીકારે મારે મન વધુ મહત્ત્વનું છે' એમ વરુણે કહ્યુ ંહતું. વરસે બેંગકોકમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઇફા)ના એવોર્ડ સમારોહમાં તમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે તો તમારા પ્રતિભાવ કેવા હશે એવા સવાલના જવાબમાં વરુણ બોલી રહ્યો હતો. એક ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા વરુણે વધુમાં કહ્યું કે ઓક્ટોબર ફિલ્મ માટે મને ઓડિયન્સ અને ક્રિટિક્સ બંનેના જે પ્રતિભાવ મળ્યા મારા માટે ખૂબ આનંદની વાત હતી. એવોર્ડ બેવોર્ડ ઠીક છે. સાંજ પડયે દર્શકોનાં મંતવ્ય કેવાંક છે કોઇ પણ કલાકાર માટે મહત્ત્વની વાત બની રહે છે. અન્ય એક પ્રસંગે એણે ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અભિનિત ક્વોન્ટિકો સિરિયલ વિવાદ અંગે બોલતાં કહ્યું કે પ્રિયંકાએ સ્ક્રીપ્ટ લખી નહોતી. એણે માત્ર પોતાના ફાળે આવેલા રોલનો અભિનય કર્યો હતો. એટલે ક્વોન્ટિકો સિરિયલમાં હિન્દુ આતંકવાદ અંગેના જે ઉલ્લેખો આવ્યા એમાં પ્રિયંકાનો કશો વાંક નહોતો. અમે એની સાથે છીએ

(3:55 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST