Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

બોક્સ ઓફિસ નહીં ફિલ્મની ગુણવત્તા સારી હોવી જોઈએ: ફરાહ ખાન

 ટોચની કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાને કહ્યું હતું કે કોઇ પણ ફિલ્મની બોક્સ ઑફિસની આવકના આધારે ફિલ્મને માપવાનો માપદંડ ખોટો છે. ગુણવત્તાને આધારે ફિલ્મને જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૃર છે. સિનિયર અભિનેતા સંજય દત્ત અને સુપર સ્ટાર સલમાન ખાન બંને સાથે કામ કરી ચૂકેલી ફિલ્મ સર્જકને સંજુ અને રેસ થ્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે અભિપ્રાય ઉચ્ચાર્યો હતો. એણે કહ્યું કે માત્ર બોક્સ ઑફિસની આવક કોઇ પણ ફિલ્મની કક્ષાને મૂલવવાનો માપદંડ હોઇ શકે નહીં. ફિલ્મની ગુણવત્તા મહત્ત્વની છે. 'તમે નહીં માનો, મારા ડ્રાઇવરે પણ આવો સવાલ પૂછેલો કે ફિલ્મ કેટલા કરોડ બનાવશે ? આજકાલ આવી મનોવૃત્તિ સામાન્ય થઇ પડી છે. ગુણવત્તા કોઇ જોતું નથી. પૈસા કેટલા બનાવ્યા એની વાતો જોરશોરથી થાય છે' એમ ફારાહ ખાને કહ્યું હતું. તેણે કહ્યું કે લોકોએ ફિલ્મની ગુણવત્તા તરફ પણ ધ્યાન આપવું જોઇએ. લોકોએ ફિલ્મની ગુણવત્તાન બિરદાવવાની વાતો કરવી જોઇએ. માત્ર બોક્સ ઑફિસની સફળતા પર ધ્યાન આપવું જોઇએ.

(3:55 pm IST)