News of Thursday, 14th June 2018

દબંગ-3ને લઈને મૌની રોયે કર્યો ખુલાસો: 'હું આ ફિલ્મ નથી કરતી'

મુંબઇ: ટીવી અભિનેત્રી મૌની રોયે કહ્યું હતું કે મને દબંગ થ્રીની ઑફર મળી નથી. અંગેના મિડિયા રિપોર્ટ ખોટા છે. મારો સંપર્ક સુદ્ધાં ફિલ્મ માટે કરવામાં આવ્યો નથી. 'મેં પણ મિડિયામાં રિપોર્ટ વાંચ્યા. મને નવાઇ લાગી કારણ કે હજુ કોઇએ દબંગ થ્રી માટે મારો સંપર્ક સુદ્ધાં સાધ્યો નથી તો હું દબંગ થ્રી ફિલ્મ કરી રહી છું એવી વાતો આવી ક્યાંથી ?' એવો વળતો સવાલ મૌનીએ કર્યો હતો. એણે કહ્યં કે હું હાલ માત્ર અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ કરી રહી છું સિવાય મેં કોઇ નવી ફિલ્મ સાઇન કરી નથી. બીગ બોસમાં હું ચમકી ત્યારથી સલમાન ખાનની ગમે તે ફિલ્મ સાથે મારું નામ જોડી દેવામાં આવે છે. શક્ય છે, આવતી કાલે કદાચ હું પણ સલમાન સાથે ફિલ્મ કરીશ. પરંતુ આમ ગમે ત્યારે મિડિયા સલમાનની ફિલ્મ જોડે મારંુ નામ જોડી દે કેવું ? કમ સે કમ મને પૂછવું તો જોઇએ કે વાત સાચી છે કે કેમ ? જો કે મૌનીને કરણ જોહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. ફિલ્મ ભારતીય સુપરહીરોની ટ્રિલોજી ફિલ્મની પહેલી કડી છે અને એમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન કામ કરી રહ્યાં છે. દિશામાં ઔર એક સમાચાર એવા છે કે મૌનીને જ્હૉન અબ્રાહમની સાથે પણ એક ફિલ્મ મળી છે. સમાચારને મૌૈનીએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે મને જ્હૉન સાથે એક ફિલ્મ કરવાની ઑફર મળી છે. આમ તો મેં થોડાંક ઓડિશન્સ પણ આપ્યાં છે.પરંતુ અત્યારે તો માત્ર જ્હૉનની ફિલ્મ કન્ફર્મ્ડ છે. બીજી કેટલીક ઑફર્સ મળી હતી પરંતુ મને રોલ ગમ્યા નહોતા એટલે મેં ઑફર્સ સ્વીકારી નહોતી.

(3:54 pm IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST