Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

હૈદરાબાદની બજારમાં ઈદની ખરીદી કરતા નજરે પડી સારા અલી ખાન

આવનારી ફિલ્મ 'સિમ્બા'ના શૂટીંગમાંથી ફ્રી થઈ સારાએ પોતાની માં સાથે હૈદરાબાદના જાણીતા બંગળી બજારમાં કરી ખરીદી

હાલ સારા અલી ખાન હૈદરાબાદમાં પોતાની આવનારી ફિલ્મ સિમ્બાના શૂટીંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટીંગ હૈદરાબાદના મશહૂર રામોજી ફિલ્મ સીટીમાં ચાલી રહ્યું છે. શૂટીંગમાંથી ફ્રી થઈ સારા પોતાની માં અમૃતા સિંહ સાથે હૈદરાબાદના જાણીતા બંગળી બજારમાં ખરીદી કરવા માટે પહોંચી હતી. ત્યાં બંને માં દિકરી સાવ સિમ્પલ લુકમાં સામાન્ય મહિલાઓની જેમ ખરીદી કરતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, સારાએ ઈદ માટે ત્યાંથી અમુક સામાનની ખરીદી કરી હતી.

ચારમિનારની આ તસ્વીર સારાએ ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. તેમજ આ તસ્વીર તેના કોઈ ફેઈને કિલક કરીને સોશ્યલ મિડીયા ઉપર મૂકી છે તેવુ પણ જાણવા મળેલ છે. ત્યારબાદ લોકો સતત આ ફોટો  ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો સારા અને તેમની માંની સાદગી ઉપર વારી ગયા અને તેના વખાણ કરી રહ્યા છે.

'સિમ્બા'માં બસંતી બની છે સારા અલી ખાન

રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં સારા રણવીર સિંહની અપોઝીટમાં જોવા મળશે.  ફિલ્મમાં સારાના લુકનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. અમુક દિવસો પહેલા જ રોહિત શેટ્ટીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં રણવીર સાથે સારા પણ જોવા મળી હતી. સારાને નવા જમાનાની બસંતી કહી શકાય. કારણ કે, તસ્વીરમાં તેનો લુક કંઈક એવો જ આવે છે. જ્યારે રણવીર સિંહ સિંબામાં એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાઉથ મૂવીની ટેમ્પર રીમેક છે.

(10:12 am IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST