Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કોમેડિયન ભારતીસિંહને બનવું હતું ડાન્સર

કોમેડીયન ભારતી સિંહે તાજેતરમાં એક શો 'ડાન્સ દિવાને'ના શુટીંગમાં ભાગ લીધો હતો. આ શોમાં ધક-ધક ગર્લ માધુરી દિક્ષીત જજ તરીકે છે. ભારતી ભલે કોમેડિયન હોય પણ તે દેરક ફિલ્ડમાં એકસપર્ટ છે. કોમેડી, ડાન્સ, હોસ્ટીંગ...આ બધુ કામ તે સારી રીતે કરી જાણે છે. શોમાં ભારતીએ કહ્યું હતું કે તે હકિકતે એક ડાન્સર બનવા ઇચ્છતી હતી. ડાન્સ હમેંશા મારા માટે આકર્ષણ બની રહ્યો છે. તેને ડાન્સ આધારીત શો ખુબ ગમે છે. ભારતીએ કહ્યું હતું કે આ શોમાં ઉત્સાહ અને ઉર્જાથી ભરપુર સ્પર્ધકો આવે છે જે જોવાની મજા આવે છે. હું આ તમામની સરાહના કરુ છું. આ ડાન્સ શો એવા લોકોને મંચ પ્રદાન કરે છે જેનમાં ડાન્સ પ્રત્યે અત્યંત ભાવુકતા છે. આ શો કલર્સ ચેનલ પર પ્રસારીત થાય છે.

(10:10 am IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST