Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સલમાન ખાનની રાધેના બોયકોટનું સુશાંતના ચાહકોનું અભિયાન

સુશાંત સિંહ રાજપૂતના મોતનો વિવાદ ફરી ઊઠ્યો : સુશાંત સિંહ રાજપૂતના ચાહકો હેશટેગ બોટકોટ રાધેના નામથી નવી ફિલ્મ રાધેને બોટકોટ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે

મુંબઈ, તા. ૧૪ : ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડ પર નેપોટિઝમ કરવાનો અને ન્યૂ ટેલેન્ટને તક ન આપવાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ દેશભરમાંથી લોકોએ આ વાતને સમર્થન કર્યું અને બોલિવૂડના ડેડી કહેવાતા મોટા સ્ટાર્સને બોટકોટ કરવાનું શરૂ કર્યું. બોલિવૂડની દબંગ ખાનની ફિલ્મ 'રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈલ્લ ચર્ચામાં આવી પહોંચી છે. એક્શન અને રોમાંસથી સજ્જ આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી છે, પરંતુ બીજો એક વર્ગ એવો છે જે ફિલ્મનો બોયકોટ કરી રહ્યો છે.

એજ કારણ છેકે, હવે સુશાંત સિંહના ચાહકો સલમાન ખાનનો વિરોધ કરી રહ્યાં છે. સુશાંત સિંહના ચાહકોએ સલમાન ખાનની વિરુદ્ધ સોશલ મીડિયા પર રીતસરનું અભિયાન છેડી દીધું છે. એટલું જ નહીં સુશાંતના ચાહકો હેશ ટેગ બોટકોટ રાધે ના નામથી સલમાનની નવી ફિલ્મ રાધેને બોટકોટ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.

રાધેની રજૂઆતના કલાકોમાં જ, ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠવા લાગી છે. હેશટેગ ' રાધે ફિલ્મ કા બહિષ્કાર કરોલ્લ ટ્વિટર પર બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે નહીં કે આ ટ્રેન્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો ચલાવી રહ્યા છે.

જો કે આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછીથી તેમના માટે ન્યાયની માંગ સતત ટ્વિટર દ્વારા કરવામાં આવી રહી છે. હવે જ્યારે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે ફરી એકવાર બોલિવૂડની હસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયા પહેલા જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ 'રાધેલ્લ નો બહિષ્કાર કરવાની માંગ ટ્વિટર પર ઉઠી હતી.

એક યુઝરે લખ્યું – બોલિવૂડના માફિયા અને દેશ વિરોધી અને ડ્રગ લેવા વાળા લોકોના અંડરવર્લ્ડ સાથે ઉડા સંબંધ છે. આપણી મહેનતની કમાણી આના પર ખર્ચ કરવામાં આવતી હતી, પરંતુ હવે નહી. રાધે ફિલ્મનો બહિષ્કાર કરોનાં ટ્રેંડને સપોર્ટ આપો.

(7:42 pm IST)