Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩ ની થઇ શાનદાર શરૂઆત

અમદાવાદ :  “ચાય વાય એન્ડ રંગમંચ” ૨૦૨૦  જે કોકોનટ થિયેટરની પ્રથમ સફળ સીઝન રહી છે. જેમાં ભારત સહીત વિવિધ દેશોના રંગભૂમિના નિષ્ણાતોએ એક પછી એક ૧૦૮ સેશન્સ સફળતા પૂર્વક કરીને ઇતિહાસ રચ્યો, એ સિવાય ભારતનાં જુદા જુદા રાજ્યોના પ્રતિભાશાળી નામાંકિત પ્રસિદ્ધ લોક કલાનાં કલાકારો અને મહેમાન વક્તા  દ્વારા એક પછી એક કડીઓ ઉમેરતા ભારતીય લોક થિયેટરના સ્વરૂપો લોકો સુધી પહોચાડ્યા. દરેક અતિથિ વક્તાઓએ આ તકને સ્વેચ્છાએ સ્વીકારી. અને યાદગાર થિયેટરના અનુભવો અને શીખવા જેવી અનેક વાતો શેયર કરી. સીઝન ૧ અને સીઝન ૨ ના દરેક સત્ર આપ કોકોનટ થિયેટર્સની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. જે વિના મૂલ્યે વિશ્વભરમાં દરેકને માટે ઉપલબ્ધ છે.

શ્રી શત્રુઘ્ન સિંહા, શ્રી સુભાષ ઘાઇ, પદ્મ વિભૂષણ એવોર્ડિ શ્રીમતી શબાના આઝમી, શ્રીમતી સુપ્રિયા પાઠક, પદ્મ શ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા શ્રીમતી   રીટા ગાંગુલી, શ્રી એમ.એસ.સત્યુ, સ્વ.બંસી કૌલ, શ્રી મનોજ જોશી, શ્રીમતી. નીલમ માનસિંહ, શ્રી વામન કેન્દ્રે, શ્રી સતિષ આલેકાર, શ્રીમતી. ડોલી આહલુવાલિયા, શ્રી પ્રસન્ના, શ્રી સુરેશ શર્મા (ડિરેક્ટર - એનએસડી), શ્રીમતી. રોહિણી હટ્ટગડી અને ઘણાંએ ઓન લાઇન સત્રો કર્યા અને થિયેટર વિદ્યાર્થીઓ, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ,  લેખકો, દિગ્દર્શકો, સંગીતકાર, નૃત્ય દિગ્દર્શક, રંગ ભૂષા, ડ્રેસ ટેકનીકલ ડીઝાઇનર, ટેકનિશિયન, વિવિધ થિયેટર જૂથો અને થિયેટર સાથે જોડાયેલા દરેકે દરેક માટે પ્રેરણા સ્ત્રોત બન્યા.

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક 'ચાય-વાય એન્ડ રંગમંચ - ગુજરાતી તખ્તાને સંગ - સીઝન -3' ની શરૂઆત ૧૨ મી એપ્રિલ, ૨૦૨૧ થી ticketninja.in નાં સહયોગથી રોજ સાંજે ૬;૦૦ વાગ્યે કરે છે. જેમાં ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ કલાકારો,લેખકો,દિગ્દર્શકો તથા અનેક ટેક્નિશિયનો મના માનવંતા પ્રેક્ષકો સાથે લાઈવ ચર્ચા કરે છે. અત્યાર સુધીમાં  સ્કેમ ૧૯૯૨ હર્ષદ મહેતા નાં પાત્રમાં દુનિયા આખીમાં ફેમસ થયેલા શ્રી પ્રતિક ગાંધી, ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીમતી રોહિણી હટ્ટંગડી જી, પ્રખ્યાત લેખક દિગ્દર્શક શ્રી વિપુલ મહેતા, દિગ્દર્શક ફિરોઝ ભગત, ફેમસ દિગ્દર્શક કલાકાર અરવિંદ વૈદ્ય, દુનિયા આખીમાં પ્રસિદ્ધ લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, ૨૫૦ થી વધુ સુપરહિટ નાટકોના લેખક શ્રી પ્રવિણ સોલંકી, લેખક કવિ શ્રી દિલીપ રાવલ મહેમાન તરીકે આવી ચુક્યા છે. એમના અનુભવો અને રંગમંચની ઘણી જાણી અજાણી વાતો અને અનુભવનો પ્રેક્ષકોએ લ્હાવો લીધો. આગામી દિવસોમાં અભિનેત્રી શ્રીમતી. વંદના પાઠક, હાસ્યનાં બાદશાહ ટીકુ તલસાણીયા, અપરા મહેતા, દર્શન જરીવાલા, શરદ વ્યાસ,  અરવિંદ વેકરીયા, ભૈરવી વૈદ્ય અને એ સિવાય ઘણાં..કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવશે અને બધાં થિયેટર પ્રેમીઓને તેમનાં યાદગાર અનુભવો અને વાતો તથા પ્રેરણાદાયી ટીપ્સ શેર કરશે.

સીઝન -૧  અને સીઝન - ૨ ના આદરણીય મહેમાનો અને પ્રેમાળ પ્રેક્ષકોનો પ્રતિસાદ ખૂબ જ સારો હતો જેમણે કોકોનટ થિયેટર ટીમને પ્રાદેશિક થિયેટર પર ઓન લાઈન સત્ર આયોજન કરવાની પ્રેરણા આપી અને કોકોનટ થિયેટરની કર્મઠ ટીમે ગુજરાતી રંગભૂમિનાં માધ્યમથી પ્રાદેશિક સત્રો શરૂ કરવાનું નક્કી કર્યું. ગુજરાતી રંગભૂમિ હંમેશાં ખૂબ જ સક્રિય રહી છે અને વિશાળ ગુજરાતી પ્રેક્ષક વર્ગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ગુજરાતી થિયેટરમાં એક વિશાળ સંભાવના અને વૃદ્ધિનો અવકાશ હંમેશા રહ્યો છે. તેથી અમારું લક્ષ્ય આ સત્ર દ્વારા વિશ્વભરના તમામ ગુજરાતી થિયેટર અને કલા પ્રેમી સુધી પહોંચવાનું છે. અન્ય ભારતીય પ્રાદેશિક થિયેટર ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય થિયેટરનાં કલાકાર કસબીઓ પણ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજને અનુસરી શકે છે અને “ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – ૩” ને ઓન લાઇન અને ઓફ લાઇન જોઈ શકે છે. બધા જ સત્રોનો સંપૂર્ણ સંપૂટ કોકોનટ થિયેટર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે વિશ્વના કોઈપણ ભાગમાંથી વિના મુલ્યે જોઈ શકશે

(3:57 pm IST)