Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પાત્રના ઉંડાણમાં જવું જરૂરી હોય છેઃ છવી પાંડે

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવું થતું હોય છે કે કલાકાર કંઇક જુદા સપના લઇને આવ્યા હોય છે અને બની જતું કંઇક જુદુ જ હોય છે. અભિનેત્રી છવી પાંડે એક ગાયીકા તરીકે કારકિર્દી બનાવવા ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. પરંતુ નસિબમાં અભિનય લખ્યો હોય તેમ તે આજે અભિનેત્રી તરીકે જાણીતી બની ગઇ છે. દંગલના શો પ્રેમબંધનમાં જાનકીનો રોલ ભજવી રહેલી છવી પાંડે એક દસકાથી અભિનય કરી રહી છે. તે કહે છે મેં આટલા સમયમાં ઘણું શીખ્યું છે. મારુ માનવું છે કે કોઇપણ ભુમિકાને નિભાવતા પહેલા તેના પાત્રને સમજવું જરૂરી હોય છે. ઓડિશન હોય તો પણ તેમાં ગંભીર રહેવું જોઇએ. આજે દર્શકો જાનકીને ખુબ પ્રેમ કરે છે કારણ કે એ પાત્રને મેં બનાવ્યું છે. હું કેમેરા સામે મારા વ્યકિતત્વને બદલા સુનિશ્ચીત હોવ છું. કોઇપણ પાત્ર હોય તેના ઉંડાણમાં જવું જરૂરી હોય છે. જાનકી રડે છે ત્યારે દર્શકો પણ આંસુ વહાવતા થઇ જાય છે. તે ખુશ હોય છે તે દર્શકો પણ ખુશ હોય છે. ગાયીકા બનવા હું આવી હતી પણ અભિનયની દુનિયામાં એન્ટ્રી કરતાં જ હવે પાછુ વળીને જોતી નથી.

(10:02 am IST)