Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

લોકડાઉન સ્પેશિયલ સિરીઝ એ વાયરલ વેડિંગ વખાણાઇ

વેબ સિરીઝની ઝાકઝમાળમાં વધુ એક સિરીઝ આવી ચુકી છે. એ વાયરલ વેડિંગ નામની સિરીઝ દર્શકોના દિલ જીતી રહી છે. આ શ્રુંખલાને લોકડાઉનમાં જ બનાવવામાં આવી છે. જેમાં અસલી વાસ્તવિકતાને નવી રીતે રજૂ કરવામાં આવી છે. એ વાયરલ વેડિંગમાં ઇ-શાદીને રજૂ કરવામાં આવીછ ે. જ્યાં વર-કન્યા-પૂજારી બધા પોત પોતાની ધરે રહીને વિડીયો કોલના માધ્યમથી જોડાય છે અને લગ્નવિધી કરવામાં આવે છે. આ અનોખા કોન્સેપ્ટને આલોચકો અને દર્શકોએ વખાણ્યો છે. વેબ સિરીઝ નવમી મેથી સ્ટ્રીમિંગ થઇ ચુકી છે. જેનું લેખન અને નિર્દેશન રાજ-ડીકેની જોડીએ કર્યુ છે. જે અગાઉ સ્ત્રી, ગો ગોવા ગોન, ધ ફેમિલી મેન જેવી હિટ ફિલ્મો-સિરીઝ આપી ચુકયા છે. આ સિરીઝમાં શ્રેયા ધનવંતરી, અમોલ પરાશર, મોહિત રૈના, સોનાલી સચદેવ, સન્ની હિન્દુજા, અરિત્રો બનેર્જી, ઐશ્વર્યા ચોૈધરી, શાબીર હાસમીની મુખ્ય ભુમિકા છે. લેખન પણ શ્રેયા ધન્વંતરીનું છે. આઠ એપિસોડની આ સિરીઝ ખુબ જોવાઇ રહી છે.

(10:24 am IST)