Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. શાહિદની ફિલ્મ હોય એટલે તેની એક્ટીંગ અંગે તો કહેવુ જ શું? આજે ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરમાં શાહિદ કપૂર એક ઝનુની આશિકનો જોરદાર રોલ નિભાવી રહ્યો છે. શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશીયલ રીમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી મહત્વનો રોલ કરી રહી છે. આ ફિલ્મને સંદિપ વાગાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમાર સંભાળી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થતાજ સોશિયલ મીડિયા પર જાણે કે છવાઈ ગયુ છે. પ્રશંસકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રશંસકોના મતે તો આ ફિલ્મ શાહિદની કેરિયરની ખુબજ મહત્વ પૂર્ણ ફિલ્મ સાબીત થશે. કેટલાક પ્રશંસોકો તો માની રહ્યા છે કે આ ફિલ્મ બ્લોકબાસ્ટર સાબીત થશે. ફિલ્મના ટ્રેલરને શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. પ્રશંસકોના મતે આ સુપરહિટ ફિલ્મ સાબીત થવાની છે. કેટલાક પ્રશંસકોને લાગી રહ્યુ છે આ ફિલ્મ ધુમ કમાણી કરશે અને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી તમામ રેકોર્ડ તોડી નાખશે. ફરી એકવાર શાહિદની દમદાર એક્ટીંગ જોવા પ્રશંસકો આતુર છે.
 

(6:23 pm IST)