Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ભાભીજી... થકી મને અભિનેતા તરીકે ઓળખ મળીઃ દિપેશ

લોકપ્રિય ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ'માં મલખાનનો રોલ નિભાવી રહેલા અભિનેતા દિપેશ ભાનએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. દિપેશે સાદગીભર્યા અંદાજમાં લગ્ન કર્યા હતાં. જેમાં તેના અંગત મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતાં. દિપેશે પત્નિ સાથેની તસ્વીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે મરૂન ક્રિમ શેરવાની પહેરી છે. તેની પત્નિએ પણ મરૂન ડ્રેસ પહેર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યુ છે કે મારા લગ્ન થઇ ગયા છે, નવી દુનિયામાં પત્નિ સાથે એન્ટ્રી કરી રહ્યો છું. ચાહકોએ તેની તસ્વીરને ખુબ પસંદ કરી શુભેચ્છા પાઠવી છે. દિપેશે કબુલ કર્યુ હતું કે ભાભીજી ઘર પર હૈ શોમાં મેં મલખાનો રોલ નિભાવ્યો પછી મારી કારકિર્દીમાં ચારચાંદ લાગી ગયા છે. આ પહેલા મેં પાંચ શો કર્યા હતાં. પણ ભાભીજી... થકી મને અભિનેતા તરીકે ઓળખ મળી છે. નેહા પેન્ડસે સાથે મે આઇ કમ ઇન મેડમ શોમાં પણ દિપેશે કામ કર્યુ હતું.

(10:12 am IST)