Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આમિર ખાનના ફાઉન્‍ડેશન દ્વારા શ્રમદાન અભિયાનઃ આમીર ખાન અને રબણીર કપૂરે કર્યુ શ્રમદાનઃ ખિચડી-કઢી અને મકાઇની રોટલીનું ભોજન લીધુ

નંદુરબારઃ ગુજરાતની સરહદે સ્થિત નંદુરબારના દહિન્દુલે ગામમાં બોલિવૂડ પર્ફેક્ટનીસ્ટ આમિર ખાનના ફાઉન્ડેશન દ્વારા શ્રમદાન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં લવરબોય તરીકે જાણીતા રણબીર કપૂર પણ જોડાયા હતા. અહીં આમિર ખાને ત્રિકમ ચલાવીને જમીન ખોદી હતી. જ્યારે રણબીર કપૂરે પાવડા અને તગારાથી ખાડામાંથી માટી ખોદી હતી. બોલીવૂડ સ્ટાર્સને મજૂરી કરતાં જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ગુજરાત નજીક આવેલા નંદુરબારમાં પાણી બચાવવા માટે આમિર ખાનનું પાણી ફાઉન્ડેશન દ્વારા શ્રમદાન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન આમિર ખાને સ્થાનિક લોકો સાથે સમય વિતાવ્યો હતો, જેમાં તેઓએ અહીં રહેતા ગરીબ બાળકો હળવાશનો સમય વિતાવતા તેમની સાથે ઠંડુ પીણું બાળકોને પિવડાવ્યું હતું. આ સમયે આમિર ખાનની પત્ની કિરણ રાવે ફોટોગ્રાફી કરી હતી. આમિર ખાને દહિન્દુલે બાદમાં અન્ય ગામે જઈને ભોજન લીધું હતું. બોલીવૂડના જાણીતા અભિનેતા આમિર ખાનને મળ્યા બાદ ગામ લોકો ખુશ થઇ ગયા હતા. સાથે આમિર અને રણબીરે લોકો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યાં હતાં.

નંદુરબાર જિલ્લાના દહિન્દુલે ગામ બાદ ઉમર્દે ગામમાં શ્રમદાન કરવાં પહોંચ્યાં હતાં. આ દરમિયાન બપોરે ખેતરમાં ગ્રામજનો સાથે આમિર ખાન, પત્ની કિરણ રાવ રણવીર કપૂરને ભોજનનો આનંદ લીધો હતો. જેમાં કઢી, ખીચડી, અને મકાઈની રોટલીનો ભોજન કર્યા હતાં.

(6:38 pm IST)