Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

દંગલ ગર્લ ઝાયરા વસીમે કર્યો ખુલાસો: 'તે પણ ડિપ્રેશનનો ભોગ બની છે'

મુંબઇ: દંગલમાં આમિર ખાન સાથે કામ કરીને જાણીતી થયેલી અભિનેત્રી ઝાયરા વસીમે એક આશ્ચર્યજનક કબૂલાત કરી હતી. તેણે સોશયલ મીડિયા પર લખ્યું હતું કે તે ડિપ્રેશનનો ભોગ બની છે અને છેલ્લા 5 વરસથી તેની દવાઓ લઇ રહી છે. દીપિકા પદુકોણે પણ પોતે ડિપ્રેશનનો ભોગ બની હતી તે સ્વીકાર્યું છે. '' હું 12 વરસની હતી ત્યારે મને પ્રથમ પેનિક એટેક આવ્યો હતો. હું બહુ નાની વયે ડિપ્રેશનનો ભોગ બની. મને લોકો સમજાવતા કે આવી સ્થિતિ તો 25 વરસ બાદ જ થાય પરંતુ હું ભોગ બની હતી તે એક વાસ્તવિકતા હતી. હું જોકે ડિપ્રેશનને સ્વીકારતી નહોતી. આ ગમે ત્યારે ગમે તેને થાય છે. આજે હું મારી બીમારીનો સ્વીકાર કરવા તૈયાર થઇ ગઇ છું.લોકો મારા માટે શું વિચારશે તેની મને હવે પરવા નથી. હું મારા પવિત્ર રમઝાન માસની રાહ જોઇ રહી છું ત્યારે હું બ્રેક લેવાની છું, તેમ દંગલ ગર્લ ઝાહીરા વસીમે જણાવ્યું હતું. માનસિક તાણથી પીડાયેલી દીપિકાએ તો નોન-ગર્વમેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ શરૃ કર્યું હતું. જે આવી બીમારીનો ભોગ બનેલા લોકોને સહાયરૃપ થાય છે.
 

(4:43 pm IST)