Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સ્ક્રીપ્ટ લેખક અભિજિત જોશી બનશે નિર્દેશક

મુંબઇ: ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હીરાણીના જમણા હાથ જેવા ગણાતા સ્ક્રીપ્ટ લેખક અભિજિત જોશી હવે સ્વતંત્ર ડાયરેક્ટર બની રહ્યા હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ અભિજિતે અડધો ડઝન સુપરહિટ ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી હતી. રાજકુમાર હીરાણી એની લેખનક્લા પર ફિદા હતા. હવે એવું જાણવા મળ્યું હતું કે હાલ અભિજિત પાસે એક સોલિડ સ્ક્રીપ્ટ તૈયાર છે અને ખુદ રાજકુમાર હીરાણીએ એને એવી સલાહ આપી હતી કે હવે તારે પોતે ડાયરેક્શન કરવું જોઇએ. ૪૮ વર્ષના અભિજિતે તાજેતરમાં પોતાના નાનાભાઇ સૌમ્ય જોશીના સુપરહિટ નાટક ૧૦૨ નોટ આઉટ પરથી અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરને ચમકાવતી એ જ નામની હિટ ફિલ્મની સ્ક્રીપટ પણ લખી હતી. અભિજિત પાસે હાલ એક સુપરહિટ ફિલ્મ બની શકે એવી સ્ક્રીપ્ટ તૈયાર છે. એ સ્ક્રીપ્ટ જોયા બાદ હીરાણીએ અભિજિતને સલાહ આપી હતી કે તું જાતે ડાયરેક્ટ કર. અત્યાર અગાઉ સુપર સ્ટાર આમિર ખાનની સુપરહિટ ફિલ્મ પીકે અને સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુની સ્ક્રીપ્ટ પણ અભિજિતે લખી હતી. પીકે રજૂ થઇ ચૂકી છે જ્યારે સંજુ રજૂ થવાની બાકી છે. અભિજિત ડાયરેક્ટ કરે એ ફિલ્મના નિર્માતા રાજકુમાર હીરાણી પોતે હશે એવી માહિતી પણ મળી હતી. 
 

(4:42 pm IST)