Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ફિલ્મ ભાવેશ જોશીના ગીત આજે થશે લોન્ચ

મુંબઇ: ફિલ્મ સર્જક વિક્રમાદિત્ય મોટવાનીની આગામી ફિલ્મ ભાવેશ જોશીના એક ગીતને સોમવારે ૧૪ મી મેએ રિલિઝ કરવાની ફિલ્મ સર્જકની યોજના હતી. આ ગીત આજે ટેલિવિઝન પર રજૂ થાય એવી શક્યતા હોવાનું એના સર્જકોએ કહ્યું હતું. આ ગીત ચવનપ્રાસમાં ભાવેશ જોશીનો હીરો હર્ષવર્ધન કપૂર એના પિત્રાઇ ભાઇ અર્જુન કપૂર સાથે દેખાશે. આ રીતે બંને કઝિન્સ પહેલીવાર સાથે ચમકશે. કેટલાક અટકચાળા શબ્દો સાથે એ ગીત એક ડાન્સ સોંગ છે જેને સંગીતકાર અમિત ત્રિવેદીએ સ્વરબદ્ધ કર્યું છે. હર્ષવર્ધનની આ બીજી ફિલ્મ છે.પહેલી ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાની મિર્ઝ્યા રજૂ થઇ હતી પરંતુ એને બોક્સ ઑફિસ પર સારો પ્રતિભાવ મળ્યો નહોતો. આમ છતાં વિક્રમાદિત્યે હર્ષવર્ધનને પોતાની આ સુપરહીરો ફિલ્મ માટે પસંદ કર્યો હતો. આ ફિલ્મમાં એક કોમન મેન ભ્રષ્ટાચાર સામે લડતાં લડતાં સુપરહીરો બની જાય છે એવી વાત વણી લેવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ ઇમરાન ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ઑફર કરવામાં આવી હતી. પરંતુ વાત આગળ વધી શકી નહોતી. આ ફિલ્મમાં હાલ હર્ષવર્ધન ઉપરાંત નિશિકાંત કામથ અને રાધિકા આપ્ટે પણ મહત્ત્વની ભૂમિકામાં ચમકી રહ્યાં છે.
 

(4:41 pm IST)