Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

વીએફએક્સ સ્પેશિયલ ઇફેક્ટ્સના લીધે મણિકર્ણિકા મોડી રિલીઝ

મુંબઇ:  અભિનત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તરીકે રજૂ કરતી ફિલ્મ મણીકર્ણિકા વીએફએક્સ સ્પેશિયલ ઇફેક્ટ્સના કારણે મોડી પડી હોવાની માહિતી મળી હતી. અગાઉ શૂટિંગમાં વિલંબ થવાથી આ ફિલ્મ મોડી પડી હતી. હવે એવી માહિતી મલી હતી કે સ્પેશિયલ ઇફેક્ટ્સ માટેની વીએફએક્સ સિસ્ટમમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો હોવાથી ફિલ્મ વિલંબમાં પડી રહી છે. અગાઉ બે વાર એની રિલિઝ ડેટ પણ જાહેર થઇ ચૂકી હતી પરંતુ ફિલ્મ પૂરુ થઇ નહોતી એટલે રજૂ થવાનો સવાલ ઊઠયો નહોતો. હવે એવી માહિતી મલી હતી કે મોડામાં મોડી આ ફિલ્મ ઑગષ્ટની ૧૫મીએ રજૂ કરવાની એના સર્જકોની ઇચ્છા છે. આ ફિલ્મ કરવા અગાઉ કંગના ઝાંસી કી રાની વિશે કેતન મહેતાની ફિલ્મ કરવાની હતી. પરંતુ કેતનની તબિયત સારી નહીં હોવાથી ફિલ્મ ફ્લોર પર જવામાં સમય લાગ્યો હતો અને એટલામાં કંગના કેતન મહેતાના સંશોધનની જે વિગતો પોતાને મળી હતી એના જોરે મણીકર્ણિકાના સર્જકા સાથે જોડાઇ ગઇ હતી.
 

(4:41 pm IST)