Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

દર્શકોને રડાવીને ખુશ છે આલિયા: ફિલ્મ ''રાઝી''ની બે દિવસની કમાણી ૧૮.૮૩ કરોડ

આલિયા ભટ્ટ તેના ચાહકોને રડાવીને ખૂબ જ ખુશ છે. શુક્રવારે રિલીઝ થયેલી આલિયાની 'રાઝી'માં તેણે જાસૂસનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મની સાથે આલિયાના કામને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે. તેના ઘણા ચાહકો ફિલ્મ જોવા બાદ રડી પડ્યા હતા. આ વિશે પૂછતાં આલિયાએ કહ્યું હતું કે 'મારી ફિલ્મને આવો પ્રતિભાવ મળશે એવી મેં આશા નહોતી રાખી. ફિલ્મની શરૂઆતથી જ અમને ખ્યાલ હતો કે અમે સ્મોલ બજેટની ફિલ્મ બનાવી રહ્યાં છીએ અને એથી જ એવું નહોતું વિચાર્યું કે આ ફિલ્મને આટલો સારો પ્રતિભાવ અને પ્રેમ મળશે. આ ફિલ્મ પર અમને ગર્વ છે, પરંતુ દર્શકોનો જે પ્રેમ મળ્યો છે એ ખૂબ જ અદ્ભૂત છે. અમે તમામ આ રિસ્પોન્સને લઈને આશ્ચર્યમાં છીએ. હું ખૂબ ખુશ છું અને મહિનાઓ સુધી રાતે પણ નહોતી સૂઈ શકી. આ ફિલ્મ જોયા બાદ ઘણી વ્યકિતઓ રડી રહી હતી અને મને એની ખુશી હતી. મારી ફિલ્મ દ્વારા હું તેમને રડાવી શકી એની મને ખરેખર ખૂબ જ ખુશી છે.' (૩૦.૧૧)

(4:19 pm IST)