Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પતિ આનંદ સાથે ફ્રાન્સ ઊપડી સોનમ કપૂર

સોનમ કપૂર ગઈ કાલે દિલ્હી એરપોર્ટ પર પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી. તેમણે આઠ મે એ લગ્ન કર્યાં છે અને તેઓ એકબીજાનો હાથ પકડીને ચાલતાં જોવા મળી રહ્યાં છે. તેઓ ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ઊપડ્યાં છે. આ ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ પતિ- પત્ની ફ્રાન્સમાં થોડા દિવસ પસાર કરશે એવી ચર્ચા ચાલી રહી છે.

(4:19 pm IST)