Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

પહેલી વાર સાથે દેખાશે રવીના ટંડન અને અક્ષય ખન્નાઃ વેબસીરીઝ 'Legacy'માં દેખાશે અવનવો અંદાજ

Legacy બે શકિતશાળી વ્યકિતની એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે જેમાં ખૂબ જ મનોરંજન અને ડ્રામા છે

મુંબઇ,તા. ૧૪ :  ૯૦ના દાયકાની સુપરસ્ટાર મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર ડાયરેકટર વિજય ગુટ્ટેની વેબ સીરિઝ ‘Legacy‘માં એકબીજા સાથે જોવા મળશે. પહેલીવાર અભિનયના આ બે દિગ્ગજોને એક સાથે, એક મંચ પર જોવું ઉત્સાહિત કરનારું હશે. જો કે બન્ને પાત્રો વચ્ચે વેબસીરિઝઝમાં હાઇ વોલ્ટેજ ડ્રામા અને ઝગડો જોવા મળશે.

ઝગડાની તીવ્રતાને મોટા પાયે દર્શાવવા માટે વિશ્વના દર્શકો સુધી આ ડ્રામા સીરિઝ પહોંચાડવા માટે વેબસીરિઝનું શૂટિંગ અનેક દેશોમાં થઈ ચૂકયું છે. ડાયરેકટર વિજય ગુટ્ટે આ પહેલા શ્નધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરશ્ન બનાવી ચૂકયા છે, જેના ઘણાં વખાણ થયા. હવે આ વેબસીરિઝ ‘Legacy‘ દ્વારા ડિજિટલ જગતમાં અક્ષય ખન્ના અને રવીના ટંડન સાથે કરી રહ્યા છે એક સોલિડ સબ્જેકટ પર કામ.

પ્રોજેકટ વિશે અક્ષય ખન્ના કહે છે કે, 'ખૂબ જ સારો અનુભવ હોય છે તેમની સ્ટોરી પર કામ કરવામાં, જયાં તમે સીમાથી પર, પોતાની શકિતઓનું પ્રદર્શન કરો છો. અમે સ્ટોરી વિશે જાણતા હતા, તેથી અમારી જવાબદારી હતી કે અમે અમારું સર્વશ્રેષ્ઠ આપીએ જેથી દર્શકો સુધી તે વાત પહોંચી શકે જે અમે પહોંચાડવા માગીએ છીએ અને હું ખુશ છું કે Legacy મારી પહેલી શરૂઆત છે વેબસીરિઝના વિશ્વમાં.'

એકટ્રેસ રવીના પણ ખૂબ જ ખુશ છે અને પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે, 'Legacy બે શકિતશાળી વ્યકિતની એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે જેમાં ખૂબ જ મનોરંજન અને ડ્રામા છે. આ કારણે મને આ સીરિઝ કરવા માટે મજબૂર કરી દીધી. આ સીરિઝમાં પોતાની અભિનય ક્ષમતાને બતાવવા માટે સંપૂર્ણ મહેનત કરવામાં આવી. હું ખૂબ જ ખુશ છું Legacyના ભાગ બનીને.'

ડિરેકટર વિજય ગુટ્ટે માટે આ ખૂબ જ આનંદની ક્ષણો છે. પ્રોજેકટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “Legacy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે જેને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે, જયાં પ્રોફેશનલ જગતની હકીકતો પરથી પડદો ઉઠાવશે. હું અક્ષય અને રવીના સાથે કામ કરવા માટે ખૂબ જ એકસાઇટેડ છું.' `Legacy`ને પ્રોડ્યૂસ કરી રહ્યું છે આફ્ટર સ્ટૂડિયોઝ, એ એ ફિલ્મ્સ અને સની બકશી. જેમાં અક્ષય ખન્ના અને રવીના ટંડન મુખ્ય પાત્રમાં જોવા મળશે. જેને ડિરેકટર કરી રહ્યા છે વિજય ગુટ્ટે.

(10:10 am IST)
  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST

  • નેપાળના રાજાના સારથી બન્યા બાબા રામદેવ, ડ્રાઇવીંગ સીટ પર બેસીને પડાવ્યો ફોટો, માસ્ક બેમાંથી કોઇએ નથી પહેર્યો. access_time 12:41 pm IST

  • રાજકોટમાં દાણાપીઠના વેપારીઓનું આવતીકાલ ગુરૂવાર ૧૫ એપ્રિલથી રવિવાર ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે : રાજકોટ દાણાપીઠમાં આવેલી હોલસેલ અને રીટેલની અંદાજે ૨૫૦ જેટલી દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવુ એસોસીઍશનના હોદ્દેદારો દ્વારા જાણવા મળે છે access_time 5:22 pm IST