Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ટીવીનો જાણીતો એક્ટર શરદ મલ્હોત્રા આ મહિને લગ્નના બંધનમાં બધાઇ જશે

મુંબઈ,તા. ૧૪: ટીવીનો જાણીતો એક્ટર શરદ મલ્હોત્રા આ મહિને લગ્નના બંધનમાં બંધાવાનો છે. શરદે હાલમાં જ દિલ્હી નિવાસી રિપ્સી ભાટિયા સાથે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. શરદ અને રિપ્સી આ મહિનાની ૨૦ તારીખે લગ્નના બંધનમાં બધાવાના છે. આ સંજોગોમાં શરદ અને રિપ્સીનું લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે.

શરદ અને રિપ્સીનું લગ્નનું આ કાર્ડ પિસ્તા રંગનું છે અને એમાં રંગબેરંગી ફુલ દેખાઈ રહ્યા છે. શરદ અને ટિપ્સીનું નામ કાર્ડની વચ્ચે દેખાઈ રહ્યું છે અને એમાં લગ્નની વિધિની જાણકારી આપવામાં આવી છે. આ લગ્નના કાર્ડની સાથેસાથે મહેમાનોને બે ચોકલેટ બ્રાઉની પણ મોકલવામાં આવી છે.

શરદ હાલમાં ટીવી સિરિયલ મુસ્કાનમાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં શરદ સિરિયલ કસમ તેરે પ્યાર કીમાં જોવા મળ્યો હતો. આ સિરિયલમાં તેની સાથે કૃતિકા સેંગર જોવા મળી હતી અને આ સિરિયલ સુપરહિટ સાબિત થઈ હતી.


 

(2:44 pm IST)