Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ટ્રિપલ રોલ કરીને બોલીવુડના વાપસી કરશે ગોવિંદા

મુંબઈ:ગોવિંદાના પ્રશંસકો લાંબા સમયથી ગોવિંદાને ફિલ્મી પડદે જોવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમનો ઈન્તજાર હવે પૂર્ણ થવા પર છે. તમે અનેક ફિલ્મોમાં ગોવિંદાને ડબલ રોલમાં જોયો હશે જોકે હવે પહલાજ નિહલાનીની ફિલ્મ રાજુ રંગીલામાં તે ટ્રિપલ રોલમાં નજરે પડશે. ફિલ્મ આંખેની જોરદાર સફળતા બાદ પહલાજ નિહલાનીની જોડી ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. 
વખતે પહલાજ નિહલાની માત્ર ફિલ્મના પ્રોડયુસર નહીં પણ ડાયરેક્ટર પણ બનશે. ફિલ્મમાં તેઓ નવી અભિનેત્રીઓને લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે રાજુ રંગીલાનુ શુટિંગ પણ શરુ કરી દીધુ છે. 
સુત્રોનો દાવો છે કે પહલાજ નિહલાની ફિલ્મ પર ત્યારથી કામ કરી રહ્યા છે જ્યારે તેઓ સેંસર બોર્ડના અધ્યક્ષ હતા. પદથી હટયા બાદ તેઓ હવે ફિલ્મ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.

(5:26 pm IST)