Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્માની જેમ હવે દીપિકા પાદુકોણ પર ઝમ્પલાવશે આ ક્ષેત્રમાં

મુંબઇ: બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં સફળ ગણાયેલી ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ફિલ્મ નિર્માત્રી બનવા વિચારી રહી હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ એની સમકાલીન બે ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા પ્રોડયુસર બની ચૂકી છે. અનુષ્કાએ બનાવેલી ત્રણ ફિલ્મો એનએચ ૧૦, ફિલ્લૌરી અને પરીમાંની પહેલી બે ફિલ્મો હિટ નીવડી હતી. પરીને જો કે બૉક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી.  પ્રિયંકાએ વિવિધ ભારતીય ભાષાઓમાં ફિલ્મો બનાવવા માંડી હતી જેમાં ભોજપુરી, આસામી, સિક્કીમીઝ અને મરાઠીનો સમાવેશ થયો હતો. એની ભોજપુરી અને મરાઠી બંને ભાષાની એક એક ફિલ્મે રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. દીપિકાએ એની છેલ્લી ચાર પાંચ ફિલ્મો સુપરહિટ આપી હતી જેમાંની મોટા ભાગની સંજય લીલા ભણસાલીની હતી. ભણસાલી સાથે દીપિકાએ રામલીલા- ગોલિયોં કી રાસલીલા ફિલ્મથી શરૃઆત કરી હતી. ત્યારબાદ બાજીરાવ મસ્તાની આવી અને એ પછી અનેક વિવાદો વચ્ચેય તાજેતરમાં રજૂ થઇને સુપરહિટ નીવડેલી પદ્માવત આવી. એ પહેલાં એણે શૂજિત સરકારની મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઇરફાન ખાન સાથે પીકુ ફિલ્મ આપી હતી.

(5:26 pm IST)