Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

19 એપ્રિલના સાથે રેમ્પવોક કરશે દીપિકા અને રણબીર: સિનિયર અભિનેત્રીના ચેરિટી શો માટે બન્ને કલાકારોએ રેમ્પવોક કરશે

મુંબઈ:સિનિયર અભિનેત્રી શબાના આઝમીની એનજીઓ દ્વારા ચેરિટી કાર્ય માટે યોજાએલા એક ફેશન શોમાં ટોચની કલાકાર જોડી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ રેમ્પ વૉક કરશે એવી જાણકારી મળી હતી. વાસ્તવમાં આ શો નવમી એપ્રિલે યોજાવાનો હતો. પરંતુ એ સમયે દીપિકાની બેકપેઇનની સારવાર ચાલુ હતી અને બ્રહ્માસ્ત્રના બલ્ગેરિયાના શૂટિંગ પછી પાછાં ફરીને રણબીર કપૂર ટાઇફૉઇડમાં સપડાયો હતો એટલે શો થયો હોત તો પણ આ બંને એમાં રેમ્પ વૉક કરી શકવાનાં નહોતાં. સદ્ભાગ્યે નવમી એપ્રિલનો શો અનિવાર્ય કારણોસર મોકૂફ રહ્યો હતો. એટલે શબાનાને એક પ્રકારની માનસિક નિરાંત થઇ હતી. ચેરિટી માટે નાણાં ભેગાં કરવા ટોચના કલાકારોની હાજરી જરૃરી હોય છે. નવમીનો શો રદ થતાં એ શો હવે ૧૯ એપ્રિલે યોજાવાનો છે. એટલે શબાનાએ ફરી એકવાર રણબીર કપૂર અને દીપિકાનો સંપર્ક સાધતાં આ બંનેએ હા પાડી હતી. યહ જવાની હૈ દિવાની અને તમાશાની આ સુપરહિટ જોડી આમ ૧૯મીના ચેરિટી શોમાં રેમ્પ વૉક કરશે એવી માહિતી શબાનાના પ્રવક્તાએ મિડિયાને આપી હતી. આ શોનો ધ વૉક ઑફ મિજવાં નામ આપ્યું છે.

(5:25 pm IST)