Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ફિલ્મ પધ્માવતમાં થયેલ અનુભવો પર પુસ્તક લખશે ભંસાલી

મુંબઇ:  ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી પદ્માવત ફિલ્મ વખતે પોતાને જે શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસ સહન કરવો પડયો એ વર્ણવતું પુસ્તક લખશે એવી માહિતી મળી હતી. ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજી સપનામાં રાણી પદ્માવતીને પ્રેમ કરે છે એવું દ્રશ્ય હોવાની અફવા માત્રથી પોતાને રજપૂત સમાજની પ્રતિનિધિ સંસ્થા ગણાવતી કરણી સેનાએ રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્રમાં લોકેશન પર હિંસક દેખાવો કર્યા હતા અને રાજસ્થાનમાં તો ભણસાલી પર શારીરિક હુમલો કરવાની કોશિશ પણ કરી હતી. ફિલ્મના બંને હીરો રણવીર સિંઘ અને શાહિદ કપૂરે જાહેર અપીલ કરી હતી કે એકવાર ફિલ્મ જુઓ પછી નક્કી કરજો કે તમે સંાભળેલીવાતો કેટલી સાચી છે પરંતુ કોઇએ એ વાત ધ્યાનમાં લીધી નહોતી. આ બંને જેવો અભિપ્રાય સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ તોફાનીઓ માન્યા નહોતા અને થિયેટર માલિકોને ધાકધમકી આપવામાં આવી હતી કે પદ્માવત ફિલ્મ રજૂ કરશો તો તમારા થિયેટરની જલાવી દેવામાં આવશે . વાત એટલી હદે વધી હતી કે સંસદની એક સમિતિએ ભણસાલી અને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા પ્રસૂન જોશીને ખુલાસો કરવા તેડાવ્યા હતા. કેટલાંક રાજ્યોએ ફિલ્મ પર એકપક્ષી પ્રતિબંધ લાદ્યો હતો. આટઆટલી તકલીફો છતાં ભણસાલીએ એક અક્ષર ઉચ્ચાર્યો નહોતો. ફિલ્મ રજૂ થયા પછી કરણી સેનાના ફૂગ્ગામાંથી હવા નીકળી ગઇ હતી અને ફિલ્મ સુપરહિટ નીવડી હતી. ફિલ્મમાં ઊલટું રજપૂતોની બહાદૂરી રજૂ થઇ હતી. હાલ કરણી સેના મૂંગીમંતર થઇને બેઠી છે. માત્ર પોલિટિશ્યનોના જોરે એ લોકો ધમાલ કરતા હતા એ હકીકત સાબિત થઇ ચૂકી હતી. હવે ભણસાલી આ અનુભવોનું પુસ્તક લખવા વિચારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

(5:24 pm IST)