Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ફિલ્મ અભિનેતાએ ૬૧ વર્ષની ઉમ્મરે ૨૫ કિલો વજન ઘટાડયું: નવા લૂકનો ફોટો વાયરલઃ દિકરીનો મહત્તમ ફાળો

મુંબઈ તા. ૧૪ : બોલીવુડના અભિનેતા સતીશ કૌશિક પોતાનો ૬૨મો જન્મ દિવસ મનાવી રહ્યા છે તે ૧૩ એપ્રિલ ૧૯૫૬માં જન્મ્યા હતા. સતીશ પોતાના વધેલા વજનના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. છેવટે ૬૧ વર્ષની ઉંમરમાં આ એકટરે ૨૫ કિલો વજન ઘટાડી દીધું હતું.તેના મેજર ટ્રાન્સફોર્મશનની બધા લોકો પ્રશંસા કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સતીષ કૌશિકના નવા લૂકના ફોટો વાઈરલ થઈ રહ્યો છે.

વજન ઓછું કરતા જ સતીષ કૌશિકની જિંદગીમાં ખુશીઓ પાછી આવી ગઈ. પ્રોફેશનલ લાઈફમાં તેને ઘણા પ્રોજેકટ્સ મળ્યા છે. જાણકારી મુજબ તેણે એકસાથે ૬ ફિલ્મોની ઓફર મળી છે. જેમાં શાદ અલી શૂરમા, આશુ ત્રિખા, વીરે દી વેડિંગ, યમલા પગલા દીવાના ૩, નમસ્તે ઈંગ્લેન્ડ શામેલ છે.

એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સતીષ કૌશિકે કહ્યું હતું, વજન ઘટાડ્યા બાદ હવે તે ખૂબ સારું ફિલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, લાંબા સમયથી એનર્જેટિક ફિલ નહોતા કરતા. તેમણે કહ્યું કે, પાછલા ૪૦ વર્ષોમાં મેં કોઈપણ બ્રેક વિના કામ કર્યું છે, આથી મારી એનર્જી ઓછી થઈ ગઈ હતી. આજકાલ જેવી ફિલ્મો બની રહી છે આ માટે તમારું સ્ફૂર્તિવાળું હોવું જરૂરી છે. આથી મેં વજન ઘટાડવા વિશે વિચાર્યું.

ઙ્ગઙ્ગ તેમનુ કહેવું છે કે, મારી લોસ એન્જેલસમાં ડોકટર ક્રિશ્ચિયન મિડલટન સાથે મુલાકાત થઈ હતી. મેં તેમના દ્વારા કહેવાયેલી ડાયેટ ફોલો કરી. તેમણે જણાવ્યું કે તેમના આ નવા અવતારથી ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રો પણ પ્રેરિત થયા છે.

ઙ્ગઙ્ગ કૌશિક કહે છે કે, વજન ઓછું થયા બાદ મને સૌથી મોટું રિવોર્ડ મારી દીકરી તરફથી મળ્યું. જયારે હું તેની સાથે પાર્કમાં દોડું છું અને કંઈપણ અનહેલ્ધી ખાઉં છું તો તે મને વઢે છે, પપ્પા ન ખાશો, નહીં તો ફરીથી જાડા થઈ જશો. પોતાના ડાયેટ પ્લાનનો ખુલાસો કરતા તેમણે કહ્યું, હું રોજના બે કલાક ચાલતો હતો. મેં સુગર લેવાનું એકદમ બંધ કરી દીધું હતું. હવે લોકો તેને ઓળખી પણ નથી શકતા. લોકોના રિવ્યૂ મેળવીને તે ખૂબ ખુશ છે.(૨૧.૧૪)

 

(11:52 am IST)
  • 'આપ' મેદાનમાં: વડાપ્રધાન આવાસને ઘેરાવનું એલાનઃ ઉન્નાવ-કઠુઆકાંડઃ 'આપ' વડાપ્રધાન આવાસને ઘેરાવ કરશેઃ કાલે સાંજે કાર્યકરોને એકઠા થવા આહ્વાનઃ તંત્ર સજ્જ access_time 11:39 am IST

  • એપ્રિલ ૨૦૧૮માં મનરેગા વેતનની ૯૯% ચૂકવણી બાકીઃ આ વર્ષે ઘણાં રાજયોમાં મનરેગામાં મજૂરી વધી નથીઃ આંકડાઓ દર્શાવી રહ્યાં છે કે દેશમાં માર્ચ- એપ્રિલમાં મનરેગા હેઠળ થયેલાં કામોના ૮૫થી ૯૯ ટકા મજૂરીના ચૂકવણાં બાકી છે access_time 10:18 am IST

  • બોલીવુડમાં આ વર્ષે એક ખાસ વાત જોવા મળી છે. આ વર્ષે બધું બરાબર ચાલશે તો એક બે નહીં પૂરી પાંચ ફિલ્મોની સિક્વલ દર્શકોને જોવા મળવાની છે. જે ફિલ્મોની સિક્વલ રજૂ થવાની છે તેમાં રેસ-3, હાઉસફુલ 4, દબંગ 3, સ્ટુડન્ટ ઓફ ધ યર 2 અને પાંચમી ફિલ્મ બાગી થ્રી છે. જો કે બાગી થ્રી આ વર્ષે રજૂ થવાની શક્યતા ઓછી છે. આ વર્ષ સિક્વલ્સનું વર્ષ બની રહેશે. access_time 1:15 am IST