Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

મલાઇકા અરોરા સ્કીન ટાઇટ ડ્રેસમાં જીમમાં જતી હોય તેવો વીડિયો વાયરલઃ કેટરીના પણ સ્‍કીન ટાઇટ આઉટફીટમાં નજરે ચડી હતી

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની  ફિટનેસ અને મોડલિંગ સંબંધિત વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હવે મલાઈકાની કેટલીક તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. જે તેણે પોતે તો શેર નથી કર્યાં પરંતુ ચર્ચામાં છે. તસવીરોમાં મલાઈકા જીમ લૂકમાં જોવા મળી રહી છે. તેણે સ્કિન કલરનો બોડીસૂટ પહેર્યો છે. મલાઈકાનો એક વીડિયો વિરલ ભાયાણીએ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં મલાઈકા તેની કારમાંથી ઉતરીને જીમ તરફ જઈ રહી છે. ત્યારે ફોટોગ્રાફર્સ તેને તસવીરો માટે કહે છે તો મલાઈકા પાછળ વળીને પોઝ પણ આપે છે. અત્રે જણાવવાનું કે મલાઈકાની જેમ સ્કિન ટાઈટ આઉટફિટમાં કેટરીના પણ જોવા મળી ચૂકી છે.

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની  ફિટનેસ અને મોડલિંગ સંબંધિત વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હવે મલાઈકાની કેટલીક તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. જે તેણે પોતે તો શેર નથી કર્યાં પરંતુ ચર્ચામાં છે. તસવીરોમાં મલાઈકા જીમ લૂકમાં જોવા મળી રહી છે. તેણે સ્કિન કલરનો બોડીસૂટ પહેર્યો છે. મલાઈકાનો એક વીડિયો વિરલ ભાયાણીએ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં મલાઈકા તેની કારમાંથી ઉતરીને જીમ તરફ જઈ રહી છે. ત્યારે ફોટોગ્રાફર્સ તેને તસવીરો માટે કહે છે તો મલાઈકા પાછળ વળીને પોઝ પણ આપે છે. અત્રે જણાવવાનું કે મલાઈકાની જેમ સ્કિન ટાઈટ આઉટફિટમાં કેટરીના પણ જોવા મળી ચૂકી છે.

આમ તો 46ની ઉંમરે પણ મલાઈકા પોતાની ફિટનેસને લઈને ખુબ સજાગ રહે છે. તે જીમની સાથે સાથે યોગ પણ કરે છે. પોતાની એક્સસાઈઝને લઈને તે ખુબ રેગ્યુલર છે. મલાઈકાએ યોગ સ્ટુડિયો પણ ખોલ્યો છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો મલાઈકાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા છે. તેનો એક પુત્ર છે અરહાન ખાન. સાથે તે હાલ અર્જૂન કપૂરને પણ ડેટ  કરી રહી છે. અર્જૂન અને મલાઈકા બંને સોશિયલ મીડિયા પર પોતાના સંબંધો ઓફિશિયલ કરી ચૂક્યા છે. બંનેના લગ્નને લઈને પણ અટકળો થઈ રહી છે. પરંતુ તેની કોઈ ઔપચારિક જાહેરાત હજુ થઈ નથી.

(4:53 pm IST)