Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સાઉથ ફિલ્મની અભિનેત્રી કૃતિ સુરેશ બોલીવુડમાં કરશે ડેબ્યુ

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મની અભિનેત્રી કૃતિ સુરેશ હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે તમિલ અને તેલુગુ ફિલ્મોની જાણીતી કૃતિ સુરેશ બોલીવુડમાં ડેબ્યુની લઈને ખુબ ચર્ચા થઇ રહી છે. કૃતિ બૉલીવુડ સિંઘમ અભિનેત્રી અજય દેવઘનની ઓપોઝીટ કાસ્ટ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આયુષ્માન ખુરાના સાથે બધાઈ હો ફિલ્મ બનાવનાર નિર્દેશક અમિત શર્મા જાણીતા ફૂટબોલ ખેલાડી અને રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ રહી ચૂકેલ સૈય્યદ અબ્દુલ રહીમ પર બાયોપિક બનાવી રહ્યા છે. ફિલ્મમાં અજય દેવઘન લીડ રોલમાં છે અને તેની પત્નીનો રોલ કૃતિને આપવામાં આવ્યો છે. બોની કપૂર આ ફિલ્મના  નિર્માતા છે. આ ફિલ્મ આ વર્ષે જૂન મહિનામાં ફ્લોર પર જશે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી, મુંબઈ, લખનવ, અને કોલકત્તા સહિત રોમ, મેલબોર્ન અને જકાર્તા કહતે થશે. સૈય્યદ અબ્દુલ રહીમ વર્ષ 1950થી આ960 વચ્ચે ભારતીય ફૂટબોલમાં ખુબ મોટું નામ રહી ચુક્યા છે અને તે ભારતીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર પણ હતા.

(5:18 pm IST)