Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

'સડક'નું હિટ ગીત વધુ એક વખત રિક્રિએટ થશે

આજની ફિલ્મોમાં અગાઉની ફિલ્મોના હિટ ગીતોને રિક્રિએટ કરીને પીરસવાનો બોલીવૂડમાં જાણે સિલસિલો થઇ ગયો છે. હવે નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક-૨'માં પણ આવું જ એક ગીત જોવા મળશે. સંજય દત્ત અને પૂજા ભટ્ટ અભિનીત સડકની સિકવલ બની રહી છે. જેમાં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય રોલમાં છે. સડકનું એક ગીત 'તુમ્હે અપના બનાને કી કસમ'ને નવી રીતે બનાવીને સડક-૨માં પણ લેવામાં આવશે. આ ગીત અગાઉ ૨૦૧૭માં આવેલી ફિલ્મ હેટસ્ટોરી-૩માં પણ રિક્રિએટ કરીને લેવાયું હતું. સડક-૨ આવતા વર્ષે ૨૦૨૦માં રિલીઝ થશે. આલિયા ભટ્ટ પહેલી જ વખત પિતા મહેશ ભટ્ટ સાથે કામ કરી રહી છે. આલિયાએ કહ્યું હતું કે તે પિતા સાથે કામ કરવામાં ઘણી જ મુંજવણમાં હતી.

 

(9:57 am IST)