Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સુપર-30 માટે વેઇટ ટ્રેનિંગ છોડી ઋત્વિક રોશને

મુંબઇ:હૃતિક રોશન હાલ ફિલ્મ સુપર ૩૦નું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં તે આનંદ કુમારની ભૂમિકા ભજવી રહ્યો છે. હૃતિક આ ફિલ્મ માટે બોડી લેન્ગવેજ અને લુક્સ પર વધુ પડતુ ધ્યાન આપી રહ્યો છે. તેણે નિયમિત રીતે લેવાતી વેઈટ ટ્રેનિંગ પણ છોડી દીધી છે.  સામાન્ય રીતે હૃતિક પોતાના પાત્ર માટે વિભિન્ન પ્રકારની વેટ ટ્રેનિંગ લેતો હોય છે, પરંતુ ફિલ્મ સુપર ૩૦નું શૂટિંગ શરૃ કરતા પહેલા જ હૃતિકે પાત્રને ન્યાય આપવા તાલીમ છોડી દીધી છે.  હૃતિકે મંગળવારે ટવિટ કરીને પીઆર કંપનીઓથી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે  ટવિટ કર્યું હતું કે, '' મને એ વાતથી કોઇ ફરક પડતો નથી કે પીઆર કંપનીઓ મારા નામનો ગેરઉપયોગ કરી રહી છે. તે આ રીતે પોતાના ક્લાયન્ટને પ્રમોટ કરી રહી છે. પરંતુ હું તેમને સ્પષ્ટ કહી દઉં છું કે હું તેમનું આ કામ કરવાનો નથી. કંપની પોતાના ક્લાયન્ટ પર ભરોસો રાખે અને ટ્રિક્સનો સહારો લેવાનું બંધ કરી દે. સુપર ૩૦ની ફીમેલ લીડને આઠ મહિના પહેલા જ ફાઇનલ કરવામાં આવી છે.
 

(5:28 pm IST)
  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST

  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST

  • કેરળનો સાથી પક્ષ એનડીએ મોરચો છોડી ગયો : ઉત્તરપ્રદેશમાં પડેલા તમાચાને પગલે ભાજપને બીજો મોટો ફટકો : શિવસેના - ટીડીપી - અકાલી અને જીતનરામ માંજીના બળવા પછી ભાજપને વધુ એક લપડાક access_time 5:13 pm IST