Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જાણીતા એકટર નરેન્દ્ર ઝાનું હાર્ટએટેકથી નિધન

રેસ-૩માં ચાલુ હતું શુટીંગઃ અનેક યાદગાર રોલ કર્યા હતા

મુંબઇ તા. ૧૪ : તેઓએ લગભગ ૨૦ સીરિયલ્સ અને ડઝન જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. નરેન્દ્ર ઝા ઉમદા કલાકાર હતા. તેઓએ અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.  શાહીદ કપૂરની હૈદર, શાહરૂખ ખાનની રઈસ, સની દેઓલની ઘાયલ વન્સ અગેઈન ઉપરાંત હમારી અધૂરી કહાની, ફોર્સ-૨, કાબિલ જેવી ડઝન ફિલ્મોમાં તેમની નાની પરંતુ દમદાર ભૂમિકાઓ જોવા મળી હતી.   નરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત ૧૯૯૨માં કરી હતી. દિલ્હીમાં એકિટંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા.માયાનગરીમાં નરેન્દ્ર ઝાએ મોડલિંગથી કરિયર શરૂ કર્યું હતું. તેઓએ અનેક એડ્સમાં પણ કામ કર્યું અને એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા.

(4:56 pm IST)