Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બોલીવૂડનો મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાન ૫૩ વર્ષનો થયોઃ આજે જન્મદિવસ

૩૫ વર્ષથી કરી રહ્યો છે અભિનયઃ કયામત સે કયામત તકથી શરૂ થયેલી કારકિર્દીઃ પીકે, દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મોએ કરી કરોડોની કમાણી

મુંબઇ તા. ૧૪: બોલીવૂડના સુપરસ્ટાર્સમાંનો એક અને બોલીવૂડમાં 'મિસ્ટર પરફેકશનિસ્ટ' તરીકે ઓળખાતો આમિર ખાન, આજે પોતાનો ૫૩મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ૫૩ વર્ષમાંથી ૩૫ વર્ષ આમિરે હિન્દી સિનેમા માટે આપ્યા છે. એમાંય ૩૦ વર્ષથી તો એ લીડ એકટર તરીકે પંકાયેલો રહ્યો છે.ઙ્ગ આમિરે બોલીવૂડમાં પોતાની અભિનયકળા વડે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આમિર હાલ રાજસ્થાનમાં 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.ઙ્ગ દિગ્દર્શક કાકા મન્સૂર ખાનની 'કયામત સે કયામત તક' ફિલ્મ સાથે આમિરે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને એ રાતોરાત સ્ટાર બની ગયો હતો. ત્યારબાદ મન્સૂર ખાન દ્વારા જ ડાયરેકટ કરાયેલી 'જો જીતા વોહી સિકંદર'સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ પણ હિટ ગઈ હતી અને આમિરની લોકપ્રિયતાને સિક્કો લાગી ગયો હતો. દિલ, રંગીલા, રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, દિલ ચાહતા હૈ જેવી અનેક ફિલ્મો આવી, પણ 'લગાન' ફિલ્મે આમિરને સુપરસ્ટાર બનાવી દીધો. આમિરની છેલ્લી ત્રણ ફિલ્મ પીકે (૨૦૧૪), દંગલ (૨૦૧૬) અને સીક્રેટ સુપરસ્ટાર (૨૦૧૭) દુનિયામાં સૌથી વધારે બોકસ ઓફિસ કમાણી કરનારી ટોપ-૫ ફિલ્મોમાં સામેલ છે.ઙ્ગઙ્ગહિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સારી સ્ક્રિપ્ટને સમજી શકે એવો અભિનેતા આમિર ખાન છે એવું કહેવાય છે. પરંતુ આ એકટર અમુક મોટા વિવાદોમાં પણ ખરાબ રીતે ફસાયાના પણ એની સાથે કિસ્સાઓ બન્યા છે. જેમ કે, ભારતમાં અસહિષ્ણુતાનું વાતાવરણ પ્રવર્તે છે એવું બોલીને એ ફસાયો હતો અને દેશભરમાં એની આકરી ટીકા થઈ હતીટ્વિટર અને ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર વિશાળ ચાહકવર્ગ ધરાવતો આમિર આજથી આ મીડિયા પર પોતાનો વ્યાપ વધારવાનો છે અને પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શરૂ કરવાનો છે.

(11:41 am IST)
  • રશિયાની હોસ્ટેલમાં ગુજરાતના વાળંદ પરીવારના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુઃ આઘાત : મહીસાગર જિલ્લાનાં રમેશભાઈ વાળંદના પુત્ર ક્રિસ્ટલનું ૧૧મીએ રશિયાની હોસ્ટેલમાં કરૂણ મોત : તેનો મૃતદેહ ૧૬મીએ તેના વતન ''બાકોર'' લાવવામાં આવશે : ક્રિસ્ટલના પિતા રમેશભાઈ સોમાભાઈ વાળંદ લશ્કરમાં ફરજ બજાવતા હતા, પુત્રના મૃતદેહને ભારત લાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા access_time 6:14 pm IST

  • ગાંધીનગર પંથકની પેથાપુર નગરપાલીકામાં ભાજપના તમામ સભ્યોના રાજીનામા? મોટો ભૂકંપઃ હોદદારો સહિત સંગઠનના બધા સભ્યોના ડમ્પીંગ સાઇટના વિરોધમાં રાજીનામા પડશે access_time 11:50 am IST

  • કેરળનો સાથી પક્ષ એનડીએ મોરચો છોડી ગયો : ઉત્તરપ્રદેશમાં પડેલા તમાચાને પગલે ભાજપને બીજો મોટો ફટકો : શિવસેના - ટીડીપી - અકાલી અને જીતનરામ માંજીના બળવા પછી ભાજપને વધુ એક લપડાક access_time 5:13 pm IST