Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જગદીપની દિકરી મુશ્કાન આવશે બોલીવૂડમાં

એકશન, રોમાન્ટીક કે ડ્રામા ફિલ્મમાં કોમેડી હોય તો જ એ ફિલ્મ જમાવટ કરે. એક સમય હતો જ્યારે જગદિપ આગલી કરોળના કોમેડિયનોમાં સામેલ હતાં. શોલેમાં સુરમા ભોપાલીનું પાત્ર ભજવીને આજે પણ જાણીતા એવા આ કલાકારની દિકરી મુશ્કાન પણ ગમે ત્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરે તેવી શકયતા છે. મુશ્કાન એ જગદીપ જાફરીની બીજી પત્નિ નાઝીમાની દિકરી છે. જ્યારે જાવેદ જાફરી અને નાવેદ જાફરી જગદીપની પહેલી પત્નિના સંતાન છે. મુશ્કાન મોડેલિંગ કરે છે અને તેને ગાયન, ડબિંગનું કામ પણ સારુ આવડે છે. તે ફેશનની બાબતમાં પણ અવ્વલ છે. મુશ્કાલે કેટલાક ટીવી શો કર્યા છે. હવે તે ગમે ત્યારે બોલીવૂડમાં આવે તેમ છે. મુશ્કાન બોલ્ડનેસની બાબતમાં પણ બિન્દાસ છે. જો તે બોલીવૂડમાં આવશે તો અન્ય અભિનેત્રીઓને પડકાર આપશે.

(10:35 am IST)