Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બાર વર્ષ પછી બોલીવૂડમાં રાહુલનું કમબેક

બોલીવૂડ અભિનેતા અને બિગ બોસ-૧માં વિજેતા રહી ચુકેલા રાહુલ રોયએ પોતાનો લૂક એકદમ બદલાવી નાંખ્યો છે. તેની હેરસ્ટાઇલ પણ અજબ-ગજબની છે. તેણે લેટેસ્ટ લૂક સાથેની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. રાહુલ રોય હવે કમબેક ફિલ્મ 'વેલકમ ટુ રશિયા' માટે તૈયારી કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે જ મેકઓવર કરાવ્યો છે. ફિલ્મમાં તે ભ્રષ્ટ પોલીસ અધિકારીનો રોલ નિભાવીર હ્યો છે. તેનો રોલ એવા શખ્સનો છે જે અડધો રૂસી અને અને અડધો ભારતીય છે. રાહુલે કહ્યું હતું કે હું છેલ્લા નવ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. ૨૦૧૫માં ભારત પરત આવવાનો નિર્ણય લીધો હતો. ૨૦૦૭માં ભારત આવી બિગ બોસમાં ભાગ લીધો હતો. બાર વર્ષ પછી હવે રાહુલ ફિલ્મમાં આવી રહ્યો છે. નિતીન ગુપ્તા નિર્દેશીત આ ફિલ્મનું શુટીંગ રૂસમાં ચાલી રહ્યું છે.

 

(10:34 am IST)