Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સાથ નિભાના સાથિયાની અભિનેત્રી લવલીને કરી સગાઇ

ટીવી અભિનેત્રી સાથ નિભાના સાથિયાની અભિનેત્રી લવલીન કોૈરએ પોતાના બોયફ્રેન્ડ કૃષ્ણમુર્તિ કોૈશિક સાથે સગાઇ કરી લીધી છે. તેણે પોતાની સગાઇની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. તેની તસ્વીરોને લોકોએ ખુબ પસંદ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે અમારા શરીર ભલે અલગ અલગ હોય, પણ અમારી આત્મા એક  છે.  લવલીન અને કોૈશિકે દક્ષિણ ભારતીય રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. લવલીને કાંજીવરમ સિલ્ક સાડી અને કોૈશિકે ગોલ્ડન રંગની શેરવાની પહેરી હતી. કોૈશિક દક્ષિણ ભારતીય છે અને લવલીન પંજાબી પરિવારની છે. લવલીન અનેક ટીવી શોમાં કામ કરી ચુકી છે. કિતની મહોબબ્બતે હે, સાવધાન ઇન્ડિયા, કયા હુઆ તેરા વાદા, કૈસા યે ઇશ્ક હૈ સહિતમાં તેણે કામ કર્યુ હતું. સાથ નિભાના સાથિયા થકી ઓળખ મળી હતી.

(10:33 am IST)
  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST

  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • મોરબીમાં ખાનગી શાળામાં પરિક્ષા આપી રહેલ વિદ્યાર્થીની બેભાન બની જતાં ૧૦૮ દ્વારા ટૂકી સારવાર અપાઈ બાદમાં પરીક્ષા ખંડમાં પરીક્ષા દેવા માટે બેસાડવામાં આવી access_time 5:14 pm IST