Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સાક્ષી મલિકના ચાહકોમાં થયો અનેકગણો વધારો

ઇન્ડસ્ટ્રીમાં કોઇપણ ટ્રેન્ડ બનવામાં સમય નથી લાગતો. થોડા સમય પહેલા મલયાલમ ફિલ્મની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર એટલી ફેમશ થઇ ગઇ હતી કે તેને નેશનલ ક્રશ ગણાવી દેવાયું હતું. હવે ટ્રેન્ડ નવી હિરોઇન તરફ વળી ગયો છે. પ્રિયા વારિયરની અદાએ સોૈને ઘાયલ કર્યા જ હતાં. હવે ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં ગીત બમ ડિગી ડિગી...માં જોવા મળેલી ચશ્માવાળી છોકરી સાક્ષી મલિકે સોૈનું ધ્યાન ખેંચ્યું છે. કયુટમાંથી હોટ અવતારમાં આવેલી સાક્ષી પહેલેથી જ ઇંસ્ટાગ્રામ પર છે. તેના ચાહકોના લિસ્ટમાં ખુબ જ વધારો થયો છે. સાક્ષી મોડેલ છે અને અનેક બ્રાન્ડનો ચહેરો રહી ચુકી છે. હવે તે બોલીવૂડમાં પણ સોૈની પસંદ બની રહી છે. અભિનય, મોેડેલિંગ અને ડાન્સને પસંદ કરતી સાક્ષી સાયન્સની છાત્રા છે. પણ તે મોડેલિંગને કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી. જેમાં સફળ રહી છે.

(10:33 am IST)
  • રશિયાની હોસ્ટેલમાં ગુજરાતના વાળંદ પરીવારના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુઃ આઘાત : મહીસાગર જિલ્લાનાં રમેશભાઈ વાળંદના પુત્ર ક્રિસ્ટલનું ૧૧મીએ રશિયાની હોસ્ટેલમાં કરૂણ મોત : તેનો મૃતદેહ ૧૬મીએ તેના વતન ''બાકોર'' લાવવામાં આવશે : ક્રિસ્ટલના પિતા રમેશભાઈ સોમાભાઈ વાળંદ લશ્કરમાં ફરજ બજાવતા હતા, પુત્રના મૃતદેહને ભારત લાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા access_time 6:14 pm IST

  • ગાંધીનગર પંથકની પેથાપુર નગરપાલીકામાં ભાજપના તમામ સભ્યોના રાજીનામા? મોટો ભૂકંપઃ હોદદારો સહિત સંગઠનના બધા સભ્યોના ડમ્પીંગ સાઇટના વિરોધમાં રાજીનામા પડશે access_time 11:50 am IST

  • ગાજામાં ફિલિસ્તાની વડાપ્રધાનના કાફલા ઉપર હુમલોઃ૬ સુરક્ષાકર્મી ઘાયલ :ગાજામાં ફિલિસ્તાનના વડાપ્રધાન રમી હમદુલ્લાહના કાફલાને નિશાનો બનાવી કરેલ હુમલામાં ૬ સુરક્ષાકર્મી ઘાયલ : ત્રણ વાહનનોને નુકશાન : જો કે હમદુલ્લાહને આ હુમલાથી ઈજા થઈ નથી, પરંતુ ફિલિસ્તાને આ હુમલાને હત્યાની કોશિશનો કરાર આપ્યો : ફિલિસ્તાનના ગાજા અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં જુદા-જુદા ગુટોનું શાસન છે access_time 4:19 pm IST