Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ટીવી શો ગેમ ઓફ થ્રોન્સમાં સંસાનો અભિનય કરનાર અને પ્રિયંકા ચોપરાની જેઠાણી માતા બનશે

નવી દિલ્હી : હાલમાં જ સુપરહોટ સાબિત થયેલા ફેમસ ટીવી શો ગેમ ઓફ થ્રોન્સમાં સંસાનો રોલ કરનાર સોફી ટર્નર પોતાની ખૂબસુરતીને કારણે ચર્ચામાં રહે છે. હવે સમાચાર મળ્યા છે કે સોફી માતા બનવાની છે. સોફી અને સિંગર જો જોનસ પહેલીવાર માતા-પિતા બનવાન છે. સોફી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની જેઠાણી પણ છે.

મળતી માહિતી પ્રમાણે સોફી હાલમાં ચાર મહિનાની પ્રેગનન્ટ છે.

મળતી માહિતી પ્રમાણે સોફીએ હાલમાં જ પરિવારને આ વાતની જાણકારી આપી છે જેના કારણે પરિવાર બહુ ઉત્સાહમાં છે. આ મામલે હજી જોનાસ પરિવારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.

હાલમાં જાન્યુઆરીમાં યોજાયેલા ગ્રેમી એવોર્ડમાં સોફી અને જો સાથે જોવા મળ્યા હતા.  23 વર્ષીય સોફી અને 30 વર્ષના જો જોનસે 2019ના મે મહિનામાં લાસ વેગાસમાં લગ્ન કરીને પ્રસંશકોને ચોંકાવી દીધા હતા.

(5:01 pm IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST