Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વર્ષ ૨૦૨૦ની સૌથી મોટી એકશન ફિલ્મ બનશે બાગી-૩

મુંબઇ તા. ૧૪ : ટાઇગર શ્રોફ અભિનિત 'બાગી ૩' તેના ટ્રેલર અને પેહલા સોન્ગ દસ બહાને સાથે દેશભરમા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બાગી ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મની દરેક ઝલક દર્શકોને આકર્ષિત કરી રહી છે.

એકશનથી ભરપૂર ફિલ્મ બાગી-૩ આ વર્ષની સૌથી મોટી એકશન ફિલ્મ બનવા માટે તૈયાર હોવાનો નિર્માતાઓનો દાવો છે. જેમાં એકશન અને મનોરંજન ત્રણ ગણા વધારે હશે. બાગી ફ્રેન્ચાઈઝીની પેહલી બે ફિલ્મોનું ભારતમા શુટીંગ કરવામાં આવ્યું હતું. આ વખતે  નિર્માતાઓએ ભારત, મોરોક્કો, મિરૂ, સર્બિયા, તુર્કી જેવા પાંચ જુદા-જુદા દેશોમાં બાગી-૩નું ફિલ્માંકન કર્યું છે. અહમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બાગી ૩માં ટાઇગર અને શ્રદ્ઘાની સાથે અંકિતા લોખંડે તેમજ રિતેશ દેશમુખ પણ જોવા મળશે. ફિલ્મને છમાર્ચે રિલીઝ કરવામાં આવશે. સાજીદ નડિયાદવાલા દ્વારા નિર્મિત બાગી ૩ માર્ચેના રિલીઝ કરવામાં આવશે.

(11:27 am IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST