Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેનની ભૂમિકા સપના ચૌધરી ભજવશે

હરિયાણાની પોપ્યુલર ડાન્સર છે સપના : વિડીયો શેર કર્યા

મુંબઇ,તા.૧૪ : હરિયાણાની પોપ્યુલર ડાન્સર સપના ચૌધરીના પ્રશંસકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. સપના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના પ્રશંસકો માટે મજેદાર વીડિયોઝ શેર કરતી રહે છે. સપના પોતાના પ્રશંસકોને ખુશ રાખવા શું નથી કરતી. આ વખતે તો એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયા બેન બની ગઇ છે.

એ યાદ રહે કે  તાજેતરમાં જ 'દોસ્તીની સાઇડ ઇફેક્ટ' થી બોલીવુડમાં એન્ટ્રી મારી ચુકેલી સપનાની આ ફિલ્મ  બોક્સ ઓફિસ પર તો ચાલી નહીં, પરંતુ એના પ્રશંસકોની સંખ્યામાં કોઇ કમી આવી નથી.  સપના દિશા વકાણી એટલે કે 'તારક મહેતા કા ફલ્ટા ચશ્મા'ની દયા બેન પણ બની ગઇ છે એના આ વીડિયોમાં . જુઓ દયા બેન બનીને સપના કેવી નજરે આવી રહી છે.

સપનાએ થોડાક દિવસો અગાઉ કેટલાક મજેદાર વીડિયોઝ પોસ્ટ કર્યા છે, જેને જોઇને તમારું હસવાનું રોકાશે પણ નહીં,  સપના હરિયાણાના એ ડાન્સરોમાં આવે છે, જેના સ્ટે પર પહોંચતા જ પ્રશંસકો નાચી ઊઠે છે. ફિલ્મોમાં કામ કરી ચુકેલી સપનાનો પહેલો પ્રેમ આજે પણ સ્ટેજ શો જ છે અને મોટાભાગે આવા શોઝ માં  એ ભાગ લે છે. સપના બિગ બોસ ૧૧ માં પણ નજરે આવી ચુકી છે અને આ શો ની મજબૂત  કન્ટેસ્ટેન્ટ તરીકે છાપ છોડી ચુકી છે. (૩૭.૧૫)

(3:51 pm IST)