Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિરૂષ્કાની પુત્રીના બદલે ગુગલ પરથી રેન્ડમ તસવીર મૂકી દીધી

ઉત્સાહમાં આવીને વિરાટના ભાઈએ ભાંગરો વાટ્યો : ક્રિકેટરના ભાઈએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલ તસવીર વાયરલ થઇ, ચેનલોમાં હેડલાઈન બની, આખરે વિકાસની સ્પષ્ટતા

મુંબઈ, તા. ૧૩ : અનુષ્કા શર્માએ સોમવારે (૧૧ જાન્યુઆરી) બપોરે દીકરીને જન્મ આપ્યો. આ ખુશખબર વિરાટ કોહલીએ પોતે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આપી હતી. જે બાદ તેને ચારેતરફ અભિનંદન મળવા લાગ્યા હતા. ઘરમાં દીકરી જન્મતા વિરાટના ભાઈ વિકાસે પણ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી દીધી.

તેણે બાળકીના પગ દેખાતા હોય તેવી તસવીર શેર કરી હતી. અને સાથે લખ્યું હતું કે, 'ખુશીની લહેર...અમારા ઘરમાં એન્જલ'. વિકાસની આ પોસ્ટ પરથી બધાને લાગ્યું કે, તે વિરાટ અને અનુષ્કાની દીકરીની તસવીર હશે. જે બાદ તે તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ અને ન્યૂઝ ચેનલોની હેડલાઈન પણ બની.

આ ધ્યાનમાં આવતા વિકાસ કોહલીએ મંગળવારે (૧૨ જાન્યુઆરી) એક સ્પષ્ટતા કરતાં પોસ્ટ મૂકી હતી. તેણે સફાઈ આપી કે, ઈન્ટાગ્રામ પર જે તસવીર શેર કરી હતી તે વિરાટ અને અનુષ્કાની દીકરીની નહીં પરંતુ ગૂગલ પરથી લીધેલી રેન્ડમ તસવીર હતી. તેણે લખ્યું હતું કે, જે તસવીર મેં પોસ્ટ કરી હતી તે રેન્ડમ તસવીર છે. તે બેબીની ઓરિજનલ તસવીર નથી. કેટલીક મીડિયા ચેનલ્સ તેને બેબીની પહેલી તસવીર કહી રહ્યા છે. તેથી સ્પષ્ટતા માટે હું આ પોસ્ટ કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, પોતે પિતા બન્યો હોવાના ગુડ ન્યૂઝ આપતાં વિરાટ કોહલીએ લખ્યું હતું કે, 'અમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે આજે બપોરે અમારી દીકરીનો જન્મ થયો છે. તમારા સૌના પ્રેમ, પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે આભાર. અનુષ્કા અને બેબી બંનેનું સ્વાસ્થ્ય સારું છે. અમારું સૌભાગ્ય છે કે અમને જીવનના આ નવા ચેપ્ટરનો અનુભવ કરવાની તક મળી. અમને આશા છે કે આ સમયે તમે અમારી પ્રાઈવસીનું સન્માન કરશો. પ્રેમ, વિરાટ'. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં અનુષ્કા અને વિરાટે પ્રેગ્નેન્સીના ન્યૂઝ આપ્યા હતા. અનુષ્કા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી હોય તેવી તસ્વીર શેર કરી કપલે લખ્યું હતું કે, અને પછી અમે ૩ થયા. જાન્યુઆરી ૨૦૨૧માં આવી રહ્યું છે'. અનુષ્કાની ડિલીવરી પહેલા જ વિરાટ કોહલી ભારત આવી ગયો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો. જો કે, પહેલા બાળકના જન્મ સમયે પત્ની સાથે રહેવા માટે વિરાટ ક્રિકેટિંગ શિડ્યુલમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો હતો.

(7:55 pm IST)
  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST