Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વાણી કપૂરની આ વર્ષમાં હેટ્રીક

દિલ્હીની સુંદરી વાણી કપૂર રોમાન્ટીક ફિલ્મ શુધ્ધ દેશી રોમાન્સથી શરૂ કરી સાત વર્ષથી ઇન્ડ્રસ્ટ્રીમાં કામ કરી રહી છે. બેસ્ટ ફિમેલ ડિબેટનો એવોર્ડ પણ તેણે પ્રારંભે જ જીતી લીધો હતો. બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ તેણે અભિનય ક્ષમતા દેખાડી છે. બેફિક્રે, વોર સહિતની ફિલ્મો પછી હવે આ નવા વર્ષમાં વાણીની એક સાથે ત્રણ ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. તેણે કહ્યું હતું કે કારકિર્દીમાં પહેલી વખત આવું થઇ રહ્યું છે. અક્ષય કુમારની બેલબોટમ, રણબીર કપૂર સાથેની શમશેરા અને આયુષ્યમાન ખુરાના સાથેની ચંદીગઢ કરે આશિકી આ વર્ષમાં જ એક પછી એક રિલીઝ થવાની હોઇ વાણી અત્યંત ખુશ છે. વાણી કહે છે હું આ વર્ષની આતુરતાથી રાહ જોતી હતી. દર્શકો મને અલગ-અલગ રૂપમાં જોઇ શકશે. હું હમેંશા એવી કલાકાર બનવા ઇચ્છતી હતી જે જોખમ લેવામાં ડરે નહિ. અક્ષય કુમાર, રણબીર કપુર અને આયુષ્યમાન ખુરાના તથા નિર્દેશકો સાથે કામ કરીને હું ઘણું શીખી છું.

(10:33 am IST)