Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પોલીસ અને ટીચરના રોલમાં રાજકુમાર તથા ભૂમિ

અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ભૂમિ પેડનેકરે ફિલ્મ બધાઇ દોનું શુટીંગ શરૂ કરી દીધું છે. બધાઇ હોની સિકવલ એવી આ કોમેડીનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણી કરી રહ્યા છે. ૨૦૧૮માં આવેલી બધાઇ હોમાં રાજકુમાર રાવ સાથે સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા હતાં. પહેલી ફિલ્મ સુપરહિટ નિવડતાં સિકવલ લાવવામાં આવી છે. રાજકુમાર અને ભૂમિએ બધાઇ દોના કલીપબોર્ડ સાથેની તસ્વીર પોસ્ટ કરી છે. ફિલ્મમાં રાજકુમારના પાત્રનું નામ શાર્દુલ છે અને ભૂમિના પાત્રનું નામ સુમી છે. તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે શરૂ થઇ ગઇ છે અમારી કહાની, જ્યાં રાજા શાર્દુલ છે અને રાની સુમી છે.

રાજકુમાર રાવ લેટેસ્ટ લૂક મુછોવાળા લૂક સાથે દેખાશે. તે ફિલ્મમાં દિલ્હીના પોલીસ કર્મચારીનો અને ભૂમિ પીટી ટીચરનો રોલ નિભાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં પહેલા શેડ્યુલનું શુટીંગ શરૂ કરાયું હતું. એ પહેલા તમામ સ્ટાર્સ, ટીમ મેમ્બર્સના કોરોના ટેસ્ટ કરાવાયા હતાં.

(10:31 am IST)