Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જાસ્મિન ફરી આવશે બિગ બોસ હાઉસમાં

મુંબઇ,તા. ૧૩: રવિવારે એલિમિનેટ થયેલી જાસ્મિન ભસીનને સીક્રેટ રૂમમાં રાખવામાં આવી હોવાનું કહેવામાં આવે છે અને એટલે જ જાસ્મિનને હજી સુધી કોઈને મળવા દેવામાં આવી નથી

કલર્સ ચેનલના શો 'બિગ બોસ'ની ૧૪મી સીઝનમાં રવિવારે એકટ્રેસ જાસ્મિન એલિમિનેટ થઈ, પણ તેના ફેન્સે નારાજ થવાની જરૂર નથી. 'બિગ બોસ'હાઉસમાં તે ફરીથી જોવા મળશે. એકચ્યુઅલી સ્ટ્રેટેજીના પાર્ટરૂપે એવું કરવામાં આવ્યું છે. જાસ્મિનને ઘરમાંથી કાઢીને સીક્રેટ રૂમમાં રાખવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. જાસ્મિને ફરીથી ઘરમાં જવાનું હોવાથી જ તેના એલિમિનેટ પછીના કોઈ ઇન્ટરવ્યુ પણ લાઇનઅપ કરવામાં નથી આવ્યા અને જાસ્મિનને બહારની વ્યકિતને મળવા દેવામાં પણ નથી આવતી. જો જાસ્મિન બહારની વ્યકિતના સંપર્કમાં આવે તો 'બિગ બોસ' હાઉસ માટે બનાવવામાં આવેલા નિયમ મુજબ તેણે ૧૪ દિવસ કવોરન્ટીન થવું પડે અને એટલી રાહ જોવા પ્રોડકશન-હાઉસ તૈયાર નહીં હોવાથી જાસ્મિનનો સંપર્ક કોઈને કરાવવામાં નથી આવ્યો.

કહેવાય છે કે જાસ્મિન સાથે સીક્રેટ રૂમમાં મનુ પંજાબી પણ જોઇન થશે. મનુ ઈજાને કારણે શોમાંથી બહાર થયો હતો, પણ હવે મનુ સ્વસ્થ છે અને તે શો જોઇન કરવા તૈયાર છે.

(9:59 am IST)
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST