Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મારી ફિલ્‍મની મોટી સફળતા અે જ છે કે તેની ચારેબાજુ ચર્ચા થતી હોય : અક્ષયકુમાર

અભિનેતા અક્ષયકુમાર અભિનીત ફિલ્મ પેડમેન ૨૫ જાન્યુઆરીએ ભારતભરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન ખૂબ જ જોરશોરથી થઇ રહ્યું છે. અક્ષયે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ફિલ્મ પેડમેન રિલીઝ પહેલાં જ હિટ થઇ ગઇ છે. આજે સંપૂર્ણ દેશમાં મારી ફિલ્મ વિશે ચર્ચા થઇ રહી છે. આ જ મારી ખરી જીત છે. હું એ જાણીને ખુશ છું કે પુરૂષો તેમ જ યુવાનો સેનિટરી નેપ્કિન વિશે વાતો કરી રહ્યા છે. મારે માટે મારી ફિલ્મ પેડમેન રિલીઝ થયા બાદ સો કરોડની કલબમાં સામેલ થાય તે મહત્ત્વનું નથી. મારે માટે મહત્ત્વનું એ છે કે આ દેશ જાગ્રત થાય અને તે થઇ રહ્યો છે. ફિલ્મની જીત તો અત્યારથી થઇ ગઇ છે. મારા માટે નાણાં કમાવવા મોટી વાત નથી. દેશ હવે સામે ચાલીને આ વિશે વાત કરશે અને ઘરોમાં ચર્ચા થશે તે વાતથી હું ખૂબ જ ખુશ છું. ફિલ્મ પેડમેન અરૂણાચલમ મુરૂગનાથમના જીવન પર બની છે જેમણે મહિલાઓ માટે સસ્તા સેનિટરી નેપ્કિન્સ માટે મશીનનું નિર્માણ કર્યું હતું.

(12:34 pm IST)