Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

૧ જુને કરીનાની નવી ફિલ્‍મ વીરે દી વેડિંગ રજૂ થશે

મુંબઇ :  આ વર્ષ બોલિવૂડ માટે સારું નથી એમ જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ મેકરો પોતાની ફિલ્મની રિલીઝ ડેટ કોઇક કારણોસર આગળ-પાછળ ધકેલી રહ્યા છે. બોકસ ઓફિસ પર ફિલ્મ મેકરને પોતાની ફિલ્મ સફળ થાય એવી ઇચ્છા હોવાથી દરેક ફિલ્મ મેકર હવે સચેત બની ગયો છે. દર્શકો પોતાની ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ આપે તે માટે ફિલ્મ મેકરો બોકસ ઓફિસ પર અન્ય ફિલ્મો સાથે ટક્કર પણ ટાળી રહ્યા છે. ફિલ્મ પદ્માવત, અય્યારી, પરી, હેટ સ્ટોરી ૪ બાદ અભિનેત્રી કરીના કપૂર ખાનની કમબેક ફિલ્મ વીરે દી વેડિંગની રિલીઝ ૧૮ મેની જગ્યાએ બે સપ્તાહ બાદ પહેલી જૂને રિલીઝ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર ફિલ્મને બનાવનાર નિર્માણ કંપની બાલાજી મોશન પિકચર્સે કરી છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, સુમિત વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. પહેલી જૂને લક્ષ્યનો જન્મદિન હોવાથી નિર્માત્રી એકતા કપૂરે જન્મદિન અને લગ્નમાં આવવાનું દર્શકોને નિમંત્રણ આપ્યં છે. ફિલ્મનું દિNર્શન સોનમની બહેન અને દિNર્શિકા રિહા કપૂરે કર્યું છે.

(12:33 pm IST)
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા મનીષ તિવારીના માતા ડો,અમૃત તિવારીનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. આવતીકાલે સોમવારે તેણીનો અંતિમ સંસ્કાર કરાશે. access_time 12:00 am IST

  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST

  • અમદાવાદ શાહીબાગનાં ભીલવાસ વિસ્તારમાં 3 શખ્સોએ છરીનાં ઘા મારી કરી યુવકની હત્યા : પોલીસ પહોચી ઘટના સ્થળે access_time 9:33 pm IST