Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અભિનેતા ફરહાન અખ્તરે હવે ન્યુટ્રીલાઇટ લોંચ કર્યા

એમવે દ્વારા રેન્જ મજબૂત બનાવાઈ

અમદાવાદ, તા. ૧૩ :  ભારતની અગ્રણી પ્રત્યક્ષ વેચાણ એફએમસીજી કંપનીઓમાંની અગ્રણી એમવે ઇન્ડિયા દ્વારા ન્યુટ્રીલાઇટ મધુનાશિની, શુંતી અને ત્વાક, ન્યુટ્રીલાઇટ વસાકા, મુલેથી અને સુરસા લોન્ચ કરીને તેના લોકપ્રિય ન્યુટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સની રેન્જ મજબૂત બનાવવામાં આવી છે. એમવે દ્વારા તેના નવા ઉત્પાદન સંશોધનો બોલીવુના જાણીતા કલાકાર અને ફિલ્મસર્જક ફરહાન અખ્તરના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા. પોતાની શારીરિક તંદુરસ્તી અને યુવા અપીલ માટે જાણીતા, ફરહાન અખ્તર વિટામીન અને ડાયેટરી સપ્લીમેન્ટ્સની દુનિયાની નંબર ૧ બ્રાન્ડ ન્યુટ્રીલાઇટના બ્રાન્ડ એમ્બેસડર છે જે પૂરકતત્વો માટે વનસ્પતિ આધારિત અભિગમમાં ૮૦ વર્ષથી વધુ સમયનો વારસો ધરાવે છે. આ પ્રસંગે બોલીવુડના અભિનેતા અને ન્યુટ્રીલાઇટના બ્રાન્ડ એમ્બેસેડર ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે, ન્યુટ્રીલાઇટ એક આઇકોનીક બ્રાન્ડ છે અને ડાયેટરી સપ્લીમેન્ટ્સ માટે વનસ્પતિ આધારિત અભિગમ બદલ વૈશ્વિક સ્તરે તેને સ્વીકૃતિ મળી છે.

                    પ્રકૃતિનું શ્રેષ્ઠ અને વિજ્ઞાનનું શ્રેષ્ઠ લાવવાનો બ્રાન્ડનો વારસો અને અભિગમ છે જે કંઇક એવી બાબત છે કે તેમાં હું પ્રબળપણે વિશ્વાસ રાખુ છું. ન્યુટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સની રેન્જમાં નવા ક્રાંતિકારી ઉત્પાદનો-ન્યુટ્રીલાઇટ મધુનાશિની, શુંતી અને ત્વાક, તેમજ ન્યુટ્રીલાઇટ વસાકા, મુલેથી અને સુરસા રજૂ કરતા મને ઘણો આનંદ થાય છે જે અનુક્રમે ગ્લુકોઝ અને શ્વસનના સ્વાસ્થ્ય માટે સહાયક છે અને લોકોને તંદુરસ્ત જીવન જીવવામાં તે ઘણા ઉપયોગી નીવડશે. આ લોન્ચીંગ પ્રસંગે એમવે ઇન્ડિયાના સીઇઓ અંશુ બુધ્રાજાએ જણાવ્યું હતું કે, એમવે ખાતે ખાદ્ય પૂરકો સાથે સ્માર્ટ સ્વાસ્થ્ય સંભાળની મદદથી માણસના જીવનને અજોડ મૂલ્ય મળે છે. વિટામીન અને ડાયેટરી સપ્લીમેન્ટ્સના બજારમાં ન્યુટ્રીલાઇટ સમગ્ર દુનિયા અને ભારતમાં અગ્રણી છે. એમવે ઇન્ડિયા માટે પાયાના વ્યવસાયની શ્રેણી રૂપે, ન્યુટ્રીલાઇટ કંપનીની કુલ વ્યાવસાયિક આવકમાં ૫૦ ટકાનો હિસ્સો ધરાવે છે અને રૂપિયા ૧,૦૦૦ કરોડથી વધુ યોગદાન છે. તો, હર્બલ ન્યુટ્રીશનની રેન્જ અંગે એમવે ઇન્ડિયાના વેલનેસના વાઇસ પ્રેસિડેન્ટ અજય ખન્નાએ જણાવ્યું કે, ભારત સમગ્ર દુનિયામાં ડાયાબિટિસના દર્દીઓનું પાટનગર હોવા ઉપરાંત ભારતના સંખ્યાબંધ શહેરો વિશ્વમાં સૌથી પ્રદૂષિત તરીકેનું રેન્કીંગ પામ્યા છે.

 

(9:23 pm IST)
  • રાહુલ કહે છે મોદી માફી માંગે.. : (૧) ઉત્તર પૂર્વને ભડકે બાળવા માટે : (૨) ભારતના અર્થતંત્રના વિનાશ માટે : (૩)અને તેમની આ સ્પીચ માટે (જેમા નરેન્દ્રભાઇ દિલ્હીને 'રેપ કેપીટલ' બનાવી દીધાનું અને વિશ્વભરમાં બેઇજજતી કરી હોવાનું કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો) access_time 4:07 pm IST

  • આસામીઝના હકો માટે વચનબધ્ધ છું : આસામ ભાજપના મુખ્યમંત્રી સોનોવાલનો લલકારઃ હિંસા ચલાવી નહિ લેવાય : ગૌહત્તીઃ આસામની ભાજપ સરકારના મુખ્યમંત્રી શ્રી સોનોવાલે કહયું છે કે આસામમાં હિંસા કોઇકાળે ચલાવી નહિ લેવાયઃ જે કાંઇ હિંસા-ગુંડાગીર્દી તોફાનમાં સામેલ હશે તેની સામે આકરા પગલા લેવાશે જ આસામના મુળ નિવાસીઓના હકકોના રક્ષણ માટે હું વચનબધ્ધ છું access_time 4:06 pm IST

  • દિલ્હીમાં રાત આખી ધોધમાર વરસાદ :આમ છતાં આનંદ, વિહાર, પંજાબી બાગ, લોધી રોડ અને ઇન્ડિયા ગેટ સર્કલ આસપાસ હવાની ગુણવતા અત્યંત ખરાબઃ ભારે વરસાદ છતાં એર પોલ્યુશનમાં મોટો ઘટાડો નથી થયોઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ access_time 11:36 am IST