Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આસામ સળગી રહયું છેઃ હું દિલ્હીમાં કોન્સોર્ટ માટે આવી નહિ શકુઃ માફ કરજો

બોલિવૂડ પાર્શ્વ ગાયન અને સૂફી સંગીત માટે પ્રખ્યાત પાપોને દિલ્હીમાં આયોજીત તેના સિંગિગ કોન્ટર્સ રદ કરી દીધી છે. આ શો રદ કરવાનું કારણ તેના રાજય આસામના હાલતને ગણાવ્યું છે. બોલિવૂડ સ્ટાર્સે આ વિરોધ પ્રદર્શનને લઈ ટ્વીટ પણ કરી છે. આસામના સિંગર પેપોને દિલ્હીમાં આયોજીત પોતાનો શો કેન્સલ કરવાની વાત કરી છે.

આ અંગે પેપોને ટ્વીટ કરીને કહ્યું હતું, ડિયર દિલ્હી, મને માફ કરજો પરંતુ મેં નક્કી કર્યું છે કે આજે થનારા કોન્સર્ટમાં હું પર્ફોર્મ કરી શકીશ નહીં. મારું રાજય આસામ સળગી રહ્યું છે, રડી રહ્યું છે અને કર્ફ્યૂમાં છે. હું જે માનસિક સ્થિતિમાં છું, તે પરિસ્થિતિમાં હું તમારા માટે પર્ફોર્મ કરી શકીશ નહીં.

(3:13 pm IST)