Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મેકઅપ આર્ટીસ્ટના પુત્ર લગ્નમાં અચાનક પહોંચ્યા સલમાન ખાન

સલમાન ખાનના અચાનક પહોંચવાથી ફંકશનમાં હાજર બધા લોકો આશ્વર્યચકિત

મુંબઈ : સલમાન ખાન સિનેમાજગતમાં તેમની દરિયાદિલી માટે જાણીતા છે તાજેતરમાં સલમાન ખાન પોતાના મેકઅપ આર્ટીસ્ટ રાજુના પુત્રના લગ્નમાં પહોંચ્યા હતા. આ લગ્ન સમારોહ મુંબઈમાં હતો. સલમાન ખાનના અચાનક પહોંચવાથી ફંકશનમાં હાજર બધા લોકો આશ્વર્યચકિત થઈ ગયા હતા. આ ખાસ તક પર સલમાન ખાને દુલ્હા-દુલ્હનની સાથે તસ્વીરો પણ કિલક કરાવી હતી.

 મેકઅપ આર્ટીસ્ટ રાજુ સલમાન ખાન સાથે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. એવામાં સલમાન ખાને પણ રાજુના પુત્રના લગ્ન સમારોહમાં પહોંચી તેમનું માન વધાર્યું હતું. સામે આવેલી તસ્વીરોમાં સલમાન ખાન ગૌરવ નાગ અને હર્ષા સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ખાસ તક પર સલમાન ખાને કાળા રંગની શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેરી હતી. જ્યારે દુલ્હને ગુલાબી રંગનું ગાઉન અને દુલ્હાએ કાળા રંગનું કોટ-પેન્ટ સફેદ શર્ટ સાથે પહેર્યું હતું.

(11:57 am IST)