Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કુંડલી ભાગ્ય નંબર વન પર, યે રિશ્તા કયા કહેલાતા હૈ છઠ્ઠા સ્થાને પટકાઇ

આ અઠવાડિયે કોણ આગળ - કોણ પાછળ ?

અમદાવાદ તા. ૧૩ :.. આ અઠવાડીયાના બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલે (બીએઆરસી)  ટીવી રેટિંગ પોઇન્ટસ જાહેર કર્યા છે અને ગયા રિપોર્ટની સરખામણીએ એમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

શહેરી વિસ્તારમાં ગયા અઠવાડીયે ટોપ પર રહેનારી સ્ટાર પ્લસની સીરીયલ 'યે રિશ્તા કયા કહેલાતા હૈ' આ વખતે છેક છઠ્ઠા ક્રમાંકે ગબડી પડી છે, જયારે ઝી ટીવીની 'કુંડલી ભાગ્ય' એ આ વખતે નંબર વનનું સ્થાન લીધું છે. 'બિગ બોસ ૧૩' અને 'કસોટી ઝિંદગી કી ર' આ વખતે ટોપ ટેનમાં  સામેલ થયા છે. 'કુંડલી ભાગ્ય' પ્રથમ સ્થાને છે ત્યારે બીજા નંબર પર સ્ટાર પ્લસની 'યે જાદુ હૈ જિન કા' એ પોતાની  જગ્યા બનાવી  છે. તો સબ ટીવીનો દર્શકોનો ફેવરેટ શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' ત્રીજા સ્થાને અને કલર્સનો શો 'છોટી સરદારની' ચોથા સ્થાને છે. તાજેતરમાં ૧પ૦૦ એપિસોડ પૂરા કરનારી 'કુમકુમ ભાગ્ય' પાંચમાં સ્થાને છે. સ્ટાર પ્લસની 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'  અને 'ડાન્સ પ્લસ' અનુક્રમે છઠ્ઠા અને સાતમાં સ્થાને રહ્યા છે.

'યે રિશ્તે હૈ યર કે' ના ટિવસ્ટ અને ડ્રામાએ દર્શકોને જકડી રાખ્યો છે અને એ આઠમા સ્થાને છે, બીજી બાજુ રૂરલ વિસ્તારમાં દંગલ ચેનલ અડીખમ છે તેના 'બંદીની', 'દ્વારકાશિધ', 'મહિમા શનિદેવ કી','રહેના હૈ તેરી પલકોં કી છાંવ મેં', 'બાબા ઐસો વર ઢૂંઢો', 'ફિર લૌટ આઇ નાગિન' આ શો અનુક્રમે એકથી છના ક્રમાંકમાં સ્થાન જમાવીને બેઠા છે. તેના પછી ઝી ટીવીની 'કુંડલી ભાગ્ય' નો વારો આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ક્રમાંકે આવેલી બંદીનીનું અર્બનમાં ર૦ મું સ્થાન છે.

(10:28 am IST)